Home> Entertainment
Advertisement
Prev
Next

ખુશખબરી : ફરીથી 'The Kapil Sharma Show' લઇને આવી રહ્યો છે કપિલ શર્મા 

કપિલે જણાવ્યું છે કે ઇન્ડસ્ટ્રીમાંથી બ્રેક દરમિયાન તેના પરિવાર સાથે શોર્ટ વેકેશન પર હતો

ખુશખબરી : ફરીથી 'The Kapil Sharma Show' લઇને આવી રહ્યો છે કપિલ શર્મા 

મુંબઈ : લાંબા સમયથી મનોરંજન જગતમાંથી ગાયબ રહેલો કોમેડી કિંગ કપિલ શર્મા કમબેક કરી રહ્યો છે. તેના શો The Kapil Sharma Showની નવી સિઝન આવી રહી છે. કપિલે તેના ચાહકોને ખાતરી આપતા કહ્યું છે કે આ વખતે આ શો તેમના ચાહકોના દિલ જીતવામાં સફળ  રહેશે. 

fallbacks

કપિલ શર્મા ફરી એક વાર The Kapil Sharma Showમાં ધમાકેદાર બ્રેન્ડ ન્યુ સીઝનની સાથે વાપસી કરી રહ્યો છે. કપિલે તેના શો સિવાય તેની બીમારી વિશે પણ જણાવ્યું. કપિલે કહ્યું કે, ‘કેટલાક કારણોથી મારી તબિયત સારી નથી. પણ અવે મારી હેલ્થ પર ઘણું ધ્યાન આપ્યું છે અને તેમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે.

કપિલે જણાવ્યું છે કે ઇન્ડસ્ટ્રીમાંથી બ્રેક દરમિયાન તેના પરિવાર સાથે શોર્ટ વેકેશન પર હતો. આ ફેમિલી બ્રેક દરમિયાન કપિલે પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કર્યો હતો. કપિલે એ પણ કહ્યું કે પરિવારની સાથે રહેવાથી મારી તબિયતમાં ઝડપથી સુધારો આવ્યો છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More