Home> Gujarat
Advertisement
Prev
Next

ભૂજના રાયધણપરની શાળામાં વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ થતાં ચકચાર

ગ્રામ પંચાયત અને સ્કૂલ મેનેજમેન્ટ સમિતિના સભ્ય માદા તેજા બરીડિયા વીડિયોમાં વિદ્યાર્થીને ઢોર માર મારતા નજરે પડે છે

 ભૂજના રાયધણપરની શાળામાં વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ થતાં ચકચાર

ભુજઃ ભુજના રાયધણપર ગામની શાળાના એક વિદ્યાર્થીને ઢોર માર મારતો એક વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. શહેરમાં આ મુદ્દો આજે ચર્ચાનો વિષય બન્યો હતો કે શિક્ષણધામમાં વિદ્યાર્થીઓને ભણવા બોલાવાય છે કે માર મારવા માટે. વળી, આ સમયે સ્કૂલની જ એક શિક્ષિકા મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી છે એ જોતાં શિક્ષણતંત્ર પર સવાલ ઊભા થાય છે. 

fallbacks

રાયધણપરની ગ્રામ પંચાયત અને સ્કૂલ મેનેજમેન્ટ સમિતિના સભ્ય માદા તેજા બરાડિયા કોઈ કારણ વગર અચાનક જ એક વિદ્યાર્થીને લાકડી લઈને મારવા લાગે છે. વિદ્યાર્થી જ્યારે માર મારવાનો પ્રતિકાર કરે છે તો તેને અંદરના રૂમમાં લઈ જઈને ઢોર માર મારવામાં આવે છે. જે વિદ્યાર્થીને માર મરાયો છે તે 7મા ધોરણમાં અભ્યાસ કરે છે. 

fallbacksfallbacks

હવે, સમિતિના સભ્ય એ ભુલી ગયા કે શાળામાં સીસીટીવી કેમેરા લાગે છે. એટલે આ સમગ્ર ઘટના શાળાના સીસીટીવીમાં કેદ થઈ ગઈ અને જોત-જોતામાં જ શહેરમાં વાયરલ થઈ ગઈ હતી. વીડિયો જોવા મળે છે કે, માર મારવાની ઘટના સમયે શાળાની જ એક શિક્ષિકા દોડતી આવે છે અને અન્ય વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને બીજા ક્લાસમાં જતા રહેવા માટે સુચના આપે છે. 

જે શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીને બચાવવો જોઈએ તે મૂકપ્રેક્ષક બનીને સમિતિના સભ્યને આ કામમાં મદદ કરતી હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. શિક્ષણધામમાં આવી ઘટના સર્જાતાં ખળભળાટ મચી ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More