Home> Entertainment
Advertisement
Prev
Next

અમિતાભ બચ્ચનની હાલતમાં કોઈ સુધારો નહીં, એક મહિનાથી સહન કરી રહ્યા છે પીડા

Amitabh Bachchan Health Update: સદાબહાર અભિનેતા અમિતાભ બચ્ચન એક મહિના પહેલા ફિલ્મ પ્રોજેક્ટ કે ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા. તેમની ઉંમર અને ઇજાને જોઈને ડોક્ટર છે તેમને આરામ કરવાની સલાહ આપી હતી અને શૂટિંગ ન કરવાનું કહેવાયું હતું. અમિતાભ બચ્ચન છેલ્લા એક મહિનાથી શૂટિંગ અને પબ્લિક ઇવેન્ટથી દૂર છે

અમિતાભ બચ્ચનની હાલતમાં કોઈ સુધારો નહીં, એક મહિનાથી સહન કરી રહ્યા છે પીડા

Amitabh Bachchan Health Update: બોલીવુડના બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સદાબહાર અભિનેતા અમિતાભ બચ્ચન એક મહિના પહેલા ફિલ્મ પ્રોજેક્ટ કે ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા. તેમની ઉંમર અને ઇજાને જોઈને ડોક્ટર છે તેમને આરામ કરવાની સલાહ આપી હતી અને શૂટિંગ ન કરવાનું કહેવાયું હતું. અમિતાભ બચ્ચન છેલ્લા એક મહિનાથી શૂટિંગ અને પબ્લિક ઇવેન્ટથી દૂર છે. તેવામાં હવે ખબર સામે આવી છે કે અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્યમાં જોઈએ એટલો સુધારો આવ્યો નથી. તેમને સ્વસ્થ થવા માટે હજુ પણ સમય લાગશે.

fallbacks

આ પણ વાંચો: 

રેખા જ્યારે પહેલીવાર સાસરે ગઈ તો સાસુએ મારવા માટે હાથમાં લઈ લીધું ચપ્પલ અને પછી....

ઐશ્વર્યા-અભિષેકના લગ્નજીવનમાં વાગી ખતરાની ઘંટી! છૂટાછેડાની ચર્ચાએ પકડ્યું જોર

'રંગીલા'ના સેટ પર રામ ગોપાલ વર્માની પત્નીએ ઉર્મિલાને મારી હતી જોરદાર થપ્પડ

અમિતાભ બચ્ચનને ઇજા થઇ તે પહેલા તેઓ નાગ અભિમન્યુની ફિલ્મ પ્રોજેક્ટ કે ના શૂટિંગમાં વ્યસ્ત હતા. આ ફિલ્મ 2024 માં રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે બાહુબલી ફેમ પ્રભાસ અને દીપિકા પાદુકોણ પણ મુખ્ય ભૂમિકામાં છે. જોકે હવે અમિતાભ બચ્ચન શૂટિંગ ફરીથી ક્યારે શરૂ કરશે તે જોવાનું રહ્યું. 

એક મહિના પહેલા અમિતાભ બચ્ચન શૂટિંગ દરમિયાન એક સીન કરી રહ્યા હતા અને તેમાં તેમને ઈજા થઈ ગઈ હતી. તેમને પાંસળીમાં ઈજા થતા ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી હતી. અમિતાભ બચ્ચનના પારિવારિક મિત્રનું જણાવવું છે કે તેમના સ્વાસ્થ્યમાં ધીમો સુધારો થઈ રહ્યો છે. તેમને કામ ઝડપથી શરૂ કરવું છે પરંતુ આ સમયે રિસ્ક લેવું પણ યોગ્ય નથી. અમિતાભ બચ્ચન પાસે પ્રોજેક્ટ કે ઉપરાંત અન્ય છ ફિલ્મો પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More