Home> India
Advertisement
Prev
Next

Congress ને મોટો ઝટકો, દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા, કોંગ્રેસ પાર્ટી પર લગાવ્યા આ આરોપ

પૂર્વ કોંગ્રેસ નેતા અને સ્વતંત્ર ભારતના પહેલા ગવર્નર જનરલ સી રાજગોપાલાચારીના પ્રપૌત્ર સીઆર કેસવને આજે ભાજપનો ખેસ પહેર્યો. તેઓ ભાજપમાં જતા જ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. 

Congress ને મોટો ઝટકો, દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા, કોંગ્રેસ પાર્ટી પર લગાવ્યા આ આરોપ

પૂર્વ કોંગ્રેસ નેતા અને સ્વતંત્ર ભારતના પહેલા ગવર્નર જનરલ સી રાજગોપાલાચારીના પ્રપૌત્ર સીઆર કેસવને આજે ભાજપનો ખેસ પહેર્યો. તેઓ ભાજપમાં જતા જ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. બીજી બાજુ કેસવને કોંગ્રેસ પાર્ટી પર અનેક મોટા આરોપ લગાવ્યા. કેસવન ભાજપમાં જવાથી એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. હવે કેસવનની પાછળ તેમના સમર્થકો પણ ભાજપમાં સામેલ થશે એવું મનાય છે. 

fallbacks

અત્રે જણાવવાનું કે હાલમાં જ બે દિવસમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ એ કે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન કિરણકુમાર રેડ્ડી ભાજપમાં જોડાયા. સીઆર કેસવને આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ તમિલનાડુમાં કોંગ્રેસ પાર્ટીના મીડિયા પેનલિસ્ટ હતા. 

Himanta Biswa Sarma: 'કોઈ બાત નહીં અદાલત મેં મિલતે હૈ!' આ મુખ્યમંત્રીએ આપી સીધી ધમકી

પતિને માતા-પિતાથી અલગ કરવા દબાણ કરવું એ માનસિક ક્રૂરતા છે-હાઈકોર્ટનો મોટો ચૂકાદો

કોંગ્રેસ પર લગાવ્યા આરોપ 
સીઆર કેસવને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને સંબોધિત કરેલા પોતાના પત્રમાં લખ્યું કે તેઓ પાર્ટી માટે લાંબા સમયથી કામ કરી રહ્યા હતા. પરંતુ હવે તે મૂલ્યોમાં કમી આવી છે જે તેમને પાર્ટી માટે કામ કરવા માટે પ્રેરિત કરતા હતા. પાર્ટી જે હાલના સમયમાં જોવા મળી રહી છે તેની સાથે તેઓ સહજ મહેસૂસ કરતા નથી. આ કારણ છે કે મે રાષ્ટ્રીય સ્તરે એક સંગઠનાત્મક જવાબદારીને અસ્વીકારી હતી અને ભારત જોડો યાત્રામાં ભાગ  લેવાથી પણ અંતર જાળવ્યું હતું. 

પાર્ટીમાં સામેલ થયા બાદ ભાજપનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને સુધારના નેતૃત્વવાળા સમાવેશી વિકાસ એજન્ડાએ ભારતને એક નાજુક અર્થવ્યવસ્થાથી દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ફેરવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More