National Awards 2025: ભારતના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક નેશનલ ફિલ્મ એવોર્ડસની આજે એટલે કે 1 ઓગસ્ટના રોજ જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે 2023માં રિલીઝ થયેલી ફિલ્મો અને એક્ટર્સને સન્માનિત કરવામાં આવ્યા છે. 71મા નેશનલ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને આપવામાં આવ્યો હતો. તે જ સમયે, શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર રાની મુખર્જીને આપવામાં આવ્યો હતો.
જવાન માટે શાહરૂખ ખાનને એવોર્ડ
શાહરૂખ ખાનને વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મ જવાન માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે, જવાનમાં શાહરૂખની સાથે નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, સંજય દત્ત, રિદ્ધિ ડોગરા જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા, આ ફિલ્મને તમે નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ
ગુજરાતી ફિલ્મ વશને નેશનલ એવોર્ડ મળ્યો છે, તેમાં જાનકી બોડિવાલા, હિતેન કુમાર, હિતુ કનોડિયા, નિલમ પંચાલ, આર્યન સંઘવી અને રોનક મેઘદુતે કામ કર્યું છે, આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023ના રોજ રિલિઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને ક્રિષ્નદેવ યાજ્ઞીક દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે.
12મી ફેલ માટે વિક્રાંત મેસીને એવોર્ડ
વિક્રાંત મેસીને 2023માં રિલિજ થયેલી ફિલ્મ 12મી ફેલ માટે એવોર્ડ મળ્યો છે, આ ફિલ્મ આઈપીએસ મનોજ કુમાર શર્માના જીવન પર આધારીત ફિલ્મ છે, આ ફિલ્મના ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડા છે, ફિલ્મને તમે જીઓ હોટસ્ટાર પર જોઈ શકો છો.
મિસેજ ચટર્જી વર્સેજ નોર્વે માટે રાનીને મળ્યો એવોર્ડ
રાણી મુખર્જીને ફિલ્મ મિસેજ ચટર્જી વર્સેજ નોર્વે માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ અનુરૂપ ભટ્ટાચાર્ય અને સાગરિકા ચક્રવર્તીની જીવનની ઘટનાઓ પર આધારીત છે, આ ફિલ્મને તમને નેટફ્લિક્સ પર જોઆ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે