Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત, મહેસાણામાં આખલાએ એક વૃદ્ધનો લીધો ભોગ

ગુજરાતમાં છેલ્લાં ઘણા વર્ષથી રસ્તાઓ પર રખડતાં ઢોરને કારણે પ્રજાજનો પરેશાન થઈ રહ્યાં છે. ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યાં છે. પરંતુ તંત્રની કામગીરી એટલી નબળી છે કે રસ્તાઓ પર રખડતાં ઢોરનો ત્રાસ ઓછો થઈ રહ્યો નથી.

રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત, મહેસાણામાં આખલાએ એક વૃદ્ધનો લીધો ભોગ

અમદાવાદઃ રખડતાં ઢોરનો આતંક ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો...રસ્તા પર રખડતાં ખુલ્લા સાંઢ લોકોનો જીવ લઈ રહ્યા છે અને તંત્ર તેને પકડવાના ઠાલા વચનો આપી સંતોષ માની રહ્યું છે...રાજ્યમાં વધુ એક વ્યક્તિનો જીવ રખડતાં આખલાએ લીધો...જુઓ રાજ્યમાં રખડતાં આતંકનો આ ખાસ અહેવાલ....

fallbacks

ગુજરાતના રસ્તાઓ પર રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રાહદારીઓના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે, અને તંત્ર હાથ પર હાથ ધરી બેઠું છે. ગુજરાત હાઈકોર્ટે રખડતાં ઢોર પકડવાનો આદેશ આપ્યો હોવા છતાં, શું ખરેખર કોઈ નક્કર પગલાં લેવાઈ રહ્યાં છે?  

શું ખરેખર કોઈ નક્કર પગલાં લેવાઈ રહ્યાં છે?
આણંદ રેલવે સ્ટેશનમાં જ્યાં એક આખલો મુસાફરોની વચ્ચે ફરી રહ્યો છે. રેલવે પ્લેટફોર્મ હોય કે રોડ, રખડતાં ઢોર દરેક જગ્યાએ આફત નોંતરી રહ્યાં છે.  

આ પણ વાંચોઃ પૈસા લાલચમાં શરૂ કર્યું હથિયારોની હેરાફેરીનું કામ, વટવા પોલીસે કરી આરોપીની ધરપકડ

મહેસાણાના કનોડા ગામમાં તો રખડતા આખલાએ 75 વર્ષના વૃદ્ધ મફતલાલ પટેલનો જીવ લઈ લીધો. આખલાએ વૃદ્ધને અડફેટે લઈ ફંગોળી દેતાં તેમનું મોત નીપજ્યું. આ ઘટનાએ સ્થાનિકોમાં રોષ અને ભયનું વાતાવરણ ફેલાવ્યું છે.  મહેસાણાના કનોડામાં આખલાએ 75 વર્ષના વૃદ્ધનો જીવ લઈ લીધો

ભાવનગરના તળાજામાં પણ રખડતા આખલાને કારણે મુસાફરો ભરેલી રીક્ષાનો અકસ્માત થયો. આ ઘટનામાં પાંચ લોકોને ઈજા થઈ, અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા.  

ગુજરાતમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હોવા છતાં, તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં રોષ વધી રહ્યો છે....રખડતાં ઢોરના આતંકથી ગુજરાતના લોકો ત્રસ્ત છે. પ્રશ્ન એ છે કે, આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે?... શું તંત્ર હવે જાગશે, કે પછી આ આફત આમ જ ચાલુ રહેશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More