નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેન (Sushmita Sen) લાંબા સમયથી સિલ્વર સ્ક્રિનથી દૂર છે પણ સોશિયલ મીડિયામાં તે બહુ એક્ટિવ છે. સુસ્મિતા પોતાની રિલેશનશીપને કારણે તેમજ દીકરીઓને કારણે ચર્ચામાં રહે છે. હવે સુસ્મિતાની દીકરીનો નવો વીડિયો સામે આવ્યો છે જે બહુ ઇમોશનલ છે.
સુસ્મિતા સેન (Sushmita Sen) નિયમિત રીતે પોતાની બંને દીકરીઓ રેને અને અલિશા સાથેની તસવીર અને વીડિયો શેયર કરે છે. હાલમાં સુસ્મિતાએ એક વીડિયો શેયર કર્યો છે જેમાં તેની નાની દીકરી અલિશાએ એડોપ્શન પર ઓપન લેટર લખ્યો છે અને આ સાંભળીને સુસ્મિતા બહુ ઇમોશનલ થઈ ગઈ હતી.
બોલિવૂડની અભિનેત્રી સુસ્મિતા સેને હજુ સુધી લગ્ન કર્યા નથી પરંતુ તે બે પુત્રીઓની મા છે. તેની પુત્રીઓના નામ રેને અને અલિશા છે. સુસ્મિતા અને તેની બંને પુત્રીઓનું ખૂબ જ સારું બોન્ડિંગ છે. તેણે પોતાની મોટી પુત્રી રેનેને વર્ષ 2000માં જ્યારે નાની પુત્રી અલિશાને વર્ષ 2010માં દત્તક લીધી હતી. હાલમાં જ અભિનેત્રીએ એક ચેટ શોમાં તેમની જિંદગી અંગે અનેક ખુલાસાઓ કર્યા હતા. 24 વર્ષની ઉંમરે પહેલી દીકરી રેની અને 34 વર્ષની ઉંમરે અલિશાને અડૉપ્ટ કરનારી સુસ્મિતાને 18 વર્ષની ઉંમરથી જ બાળકને અડૉપ્ટ કરવાની ઝંખના હતી. બે-બે દીકરીઓની જવાબદારી બખૂબી નિભાવી રહેલી સુસ્મિતાએ મોટી દીકરી રેનીને ભણવા માટે લંડનમાં મૂકી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે