Home> World
Advertisement
Prev
Next

બાંગ્લાદેશઃ બ્રાહ્મણબારિયા જિલ્લામાં ભીષણ ટ્રેન અકસ્માત, 16નાં મોત, 40થી વધુ ઘાયલ

ઉદયન એક્સપ્રેસ દક્ષિણ બંદર શહેર ચિત્તાગોંગ તરફ જઈ રહી હતી અને બીજી એક ટ્રેન ઢાકા તરફથી આવી રહી હતી. આ બંને ટ્રેન બ્રાહ્મણબારિયાના મોન્ડોબાગ રેલવે સ્ટેશને સામ-સામે અથડાઈ ગઈ હતી.

બાંગ્લાદેશઃ બ્રાહ્મણબારિયા જિલ્લામાં ભીષણ ટ્રેન અકસ્માત, 16નાં મોત, 40થી વધુ ઘાયલ

બ્રાહ્મણબારિયાઃ બાંગ્લાદેશના બ્રાહ્મણબારિયા જિલ્લામાં થયેલા એક ભીષણ ટ્રેન અકસ્માતમાં 16 લોકોનાં મોત થયા છે, જ્યારે બીજા કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. બપોરે 3 કલાકની આસપાસ બે ટ્રેન સામ-સામે ટકરાઈ ગઈ હતી.

fallbacks

ઉદયન એક્સપ્રેસ દક્ષિણ બંદર શહેર ચિત્તાગોંગ તરફ જઈ રહી હતી અને બીજી એક ટ્રેન ઢાકા તરફથી આવી રહી હતી. આ બંને ટ્રેન બ્રાહ્મણબારિયાના મોન્ડોબાગ રેલવે સ્ટેશને સામ-સામે અથડાઈ ગઈ હતી. જેમાં ઉદયન એક્સપ્રેસના ત્રણ ડબ્બા ખડી પડ્યા હતા. રાજધાનીઢાકાથી 100 કિમી દૂર આ અકસ્માત સર્જાયો હતો. 

OMG..તળાવમાં આ શું જોવા મળ્યું? VIDEO જોઈને ઉછળી તમે પડશો

50 વર્ષના એક મુસાપ મોહમ્મદ મુસલીમે રોઈટર્સને જણાવ્યું કે, "હું જ્યારે ટ્રેનમાંથી બહાર નિકળ્યો ત્યારે મેં માથા કપાયેલા, પગ કપાયેલા અને હાથ કપાયેલા મૃતદેહો જોવા મળ્યા હતા." અકસ્માત થવાનું મુખ્ય કારણ હજુ જાણવા મળ્યું નથી. રાહત-બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 

બાંગ્લાદેશમાં કેટલાક ક્રોસિંગ પર વિશેષ સુપરવિઝન રાખવામાં આવતું ન હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. અકસ્માતનું બીજું મુખ્ય કારણ પાટાઓની નબળી સ્થિતિ પણ જણાવાઈ રહી છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More