નવી દિલ્હી :દેશનો સૌથી વિવાદિત રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ તેને બે ભાગમાં વહેંચવામાં આવ્યો. હવે આ બંને રાજ્ય કેન્દ્રશાસિત રહેશે. આ નિર્ણય આવ્યા બાદ જ સામાન્ય જનતાથી લઈને બોલિવુડ સેલેબ્સ સુધી તમામ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. આ વચ્ચે પાકિસ્તાનના કલાકારોએ પણ આર્ટિકલ 370 પર આવેલા નિર્ણય વિશે ટ્વિટર પર પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને પોતાના ટ્વિટર પર પોસ્ટ લગકી કે, તેઓ કાશ્મીર સાથે ઉભા છે. માહિરાએ પોસ્ટ કરતા જ લોકોએ તેમને આડે હાથ લેવાનું શરૂ કર્યું.
માહિરાએ પોતાના ટ્વિટર પર પોસ્ટ લખી કે, આપણે જે બાબતને જોવા માંગતા નથી, તેને હંમેશા માટે નાબૂદ કરી દઈએ છીએ. આ માત્ર રેતીમાં બનાવેલી રેખાની વાત નથી, તે માસુમ લોકોની જાતિ વિશે છે. જન્નત બળી રહ્યું છે અને આપણે આસું વહાવી રહ્યા છે. હું કાશ્મીર સાથે ઉભી છું.
Have we conveniently blocked what we don’t want to address? This is beyond lines drawn on sand, it’s about innocent lives being lost! Heaven is burning and we silently weep. #Istandwithkashmir #kashmirbleeds
— Mahira Khan (@TheMahiraKhan) August 5, 2019
પાકિસ્તાની એક્ટ્રેસની આ ટ્વિટ પર લોકોએ માહિરાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. અનેક યુઝર્સનું કહેવું હતું કે, ભારતને કારણે આ લોકોની રોજીરોટી ચાલે છે. તેથી આવુ કહી રહી છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, આ બહુ જ કૂટનીતિભરી પોસ્ટ છે. અનેક લોકોએ લખ્યું કે, કાશ્મીર હવે આ લોકોના હાથમાંથી નીકળી ગયુ છે, તેથી દુખ મનાવી રહ્યાં છે.
What a diplomatic tweet
— Chaudhry Nabeel 🇵🇰 (@DrNabeelChaudry) August 5, 2019
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના નિર્ણય પર પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન અન્ય દેશોમાંથી સમર્થન માંગતા વિલાપ કરી રહ્યાં છે, તો સેના પ્રમુખ જનરલ જાવેદ બાજવાને હવે પીઓકેની ચિંતા સતાવી રહી છે. સોમાવારે ભારતે જેમ કાશ્મીરમાં અનુચ્છેદ 370ને સમાપ્ત કર્યું, ત્યારે તરત જ પાકિસ્તાની સેના પ્રમુખે તરત કાશ્મીરની પરિસ્થિતિ પર ચર્ચા માટે કમાન્ડર્સની મીટિંગ બોલાવી હતી.
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે