Home> India
Advertisement
Prev
Next

સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા ભાવુક થયા પીએમ મોદી, અંતિમ સંસ્કારમાં થશે સામેલ

સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા પહોંચયા પીએમ મોદી પૂર્વ વિદેશ મંત્રીની દીકરી અને પતિ સ્વરાજ કૌશલને મળ્યા તે સમયે ખુબજ ભાવુક બન્યા હતા. સ્વરાજ કૌશલની સાથે વાત કરતા સમયે તેઓ ખુબજ ભાવુક થઇ ગયા.

સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા ભાવુક થયા પીએમ મોદી, અંતિમ સંસ્કારમાં થશે સામેલ

નવી દિલ્હી: સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા પહોંચયા પીએમ મોદી પૂર્વ વિદેશ મંત્રીની દીકરી અને પતિ સ્વરાજ કૌશલને મળ્યા તે સમયે ખુબજ ભાવુક બન્યા હતા. સ્વરાજ કૌશલની સાથે વાત કરતા સમયે તેઓ ખુબજ ભાવુક થઇ ગયા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમના કાર્યકાળની પ્રશંસા કરી.

fallbacks

આ પણ વાંચો:- #RIPSushmaSwaraj Live: પીએમ મોદીએ આપી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ

વડાપ્રધાને ટ્વિટ કરી લખ્યું છે, ‘એક મહાન પ્રશાસક, સુષ્માજીએ તમામ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી અને સ્કેલ નક્કી કર્યું છે. ઘણા દેશો સાથે ભારતના સારા સંબંધો સ્થાપિત કરવામાં તેમણે એક અદભૂત કાર્ય કર્યું. એત મંત્રી તરીકે અમે તેમની ભાવનાત્મક છબી અને સહાયક છબી પણ જોઇ છે. તેમણે વિશ્વના કોઈ પણ ખૂણે મુશ્કેલીમાં મુકાયેલા ભારતીય લોકોની મદદ કરી.

આ પણ વાંચો:- સુષમા સ્વરાજે જ્યારે સોનિયા ગાંધીને આપી ટક્કર, 15 દિવસમાં શીખી કન્નડ ભાષા

વધુ એક ટ્વિટમાં વડાપ્રધાને લખ્યું, ‘ભારતીય રાજકારણનો ભવ્ય અધ્યાય પૂરો થયો. સમાજની સેવામાં અને ગરીબોનું જીવન સુધારવામાં પોતાનું જીવન વિતાવનારા એક મહાન નેતાના વિદાયથી ભારત દુ:ખી થશે. સુષમાજી લાખો લોકો માટે પ્રેરણાનું કારણ છે.’

આ પણ વાંચો:- સ્વરાજના નિધન પર અડવાણીએ વ્યક્ત કર્યો શોક, ‘સુષ્માનું જવું દેશ માટે મોટી ખોટ છે’

ઉલ્લેખનીય છે કે, નિધનના થોડા સમય પહેલા સુષમા સ્વરાજે જમ્મૂ તેમજ કાશ્મીરમાં થી કલમ 370 હટાવવા પર મોદી સરકારની પ્રશંસા કરી હતી. તેમણે તેમની છેલ્લી ટ્વિટમાં કાશ્મીર મુદ્દા પર સરકારના પગલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેઓ આખી જિંદગી આ દિવસની રાહ જોઇ રહી હતી. ટ્વિટર પર તેમના લાખોની સંખ્યામાં ચાહકો હતા.

આ પણ વાંચો:- રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ સુષમા સ્વરાજના નિધન પર વ્યક્ત કર્યું દુખ

સુષમા સ્વરાજનું નિધન
પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ (Sushma swaraj)નું મંગળવાર મોડી રાત્રે એમ્સ ખાતે નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. સુષમા સ્વરાજને હાર્ટ એટક આવતા તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાસે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ એમ્સ દ્વારા સુષમા સ્વરાજના નિધનની આધિકારીક જાહેરાત કરવામાં આવી હતી. સુષમા સ્વરાજની છેલ્લી ટ્વિટમાં કાશ્મી મુદ્દા પર સરકારના પગલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેઓ આખી જિંદગી આ દિવસની રાહ જોઇ રહ્યાં હતા. સુષમા સ્વરાજે છેલ્લી લોકસભા ચૂંટણી પણ લડવાનો ઇન્કાર કર્યો હતો.

આ પણ વાંચો:- ભારતીય રાજનીતિના પ્રખર વક્તા અને કુશળ નેતા, આવું રહ્યું સુષમા સ્વરાજનું રાજકીય જીવન

'સુષ્મા' ની રાજનીતિ
- 25 વર્ષની ઊંમરમાં મંત્રી
- 7 વાર સાંસદ
- પહેલી મહિલા વિદેશ મંત્રી
- દિલ્હીની પહેલી મહિલા સીએમ

આ પણ વાંચો:- સુષમા સ્વરાજનું છેલ્લુ ટ્વિટ, ‘હું આ દિવસ જોવાની જ પ્રતિક્ષા કરતી હતી’

‘અટલ યુગથી મોદી રાજ’ સુધી
- વાજપેયી સરકારમાં મંત્રી
- મોદી સરકારમાં મંત્રી
- 1996: સૂચના પ્રસારણ મંત્રી
- 2014: વિદેશ મંત્રી

આ પણ વાંચો:- સુષમા સ્વરાજના નામે ઘણા કીર્તિમાન, 25 વર્ષની ઉંમરમાં બન્યાં હતા કેન્દ્રીય પ્રધાન

રાજકારણમાં પ્રથમ વખત સુષમા
- 1977: પ્રથમ વખત ધારાસભ્ય
- 1990: પ્રથમ વખત સાંસદ
- 1969: પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી
- 1998: પ્રથમ વખત મુખ્યમંત્રી

આ પણ વાંચો:- પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું નિધન, આજે બપોરે 3.00 કલાકે અંતિમયાત્રા

રાજ્યોના રાજકારણમાં
- હરિયાણા: 1977માં ધારાસભ્ય
- દિલ્હી: 1996માં સાંસદ
- કર્ણાટક: 1999માં બેલ્લારીમાં ચૂંટણી લડ્યા
- ઉત્તર પ્રદેશ: 2000માં રાજ્યસભા સદસ્ય
- મધ્ય પ્રદેશ: 2009, 2014માં વિદિશાના સાંસદ રહ્યાં

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More