મુંબઇ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઇમાં ભારતીય સિનેમાના રાષ્ટ્રીય સંગ્રહાલયના ઉદ્ધાટનના સમય પર ફિલ્મ સેલિબ્રિટિઓનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ફિલ્મ અને સમાજ એક બીજાના પ્રતિબિંબ છે અને સિનેમાની જેમ ભારત પણ સમયની સાથે બદલાઇ રહ્યું છે. તે દરમિયાન પીએમએ તેમના ભાષણમાં ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ ફિલ્મના ડાયલોગ પણ બોલ્યા હતા. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને પૂછ્યુ- હાઉ ઇઝ ધ જોશ? ત્યારે જવાબમાં કલાકારોએએ કહ્યું- હાઇ સર. જોકે રિલીઝ ફિલ્મમાં આ નારા સેનાના જવાનોમાં જોશ ભરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ આ સમય પર કહ્યું કે, છેલ્લા બે દશકથી ફિલ્મ સંગ્રહાલય માટે ચર્ચા ચાલી રહી હતી. આજે તેનું લોકાર્પણની સાથે આપણા સિનેમાના ગોલ્ડન ભૂતકાળને એક જગ્યાએ બચાવવા માટેનું સપનુ પુર થયું છે. નેશનલ ફિલ્મ મ્યૂઝિયમમાં મનોરંજન જગતના ગૌરવશાળી ઇતિહાસ વિશે વિસ્તારમાં જાણકારી મળશે. તેનાથી આપણી યુવા પેઢીને ઘણું શીખવા મળશે. તમે પણ જુઓ વીડિયો...
#WATCH: PM Modi asks "How's the josh?" at the inauguration of National Museum of Indian Cinema in Mumbai. pic.twitter.com/KgcqJoKtYp
— ANI (@ANI) January 19, 2019
વધુમાં તેમણે કહ્યું કે હકિકતમાં ફિલ્મ અને સમાજ- બંને એક બીજાનું રિફ્લેક્શન્સ હોય છે. સમાજમાં શું થઇ રહ્યું છે તે ફિલ્મોમાં જોવા મળે છે અને જે ફિલ્મોમાં થઇ રહ્યું છે તે સમાજમાં પણ જોવા મળે છે.
મોદીએ કહ્યું કે, આપણે ભારતની ગરીબી પર ઘણી ફિલ્મો જોઇ છે, ભારતની અસહ્યતા પર પણ ઘણી ફિલ્મો જોઇ છે. મારુ માનવું છે કે આ એક બદલાતા સમાજની નિશાની છે કે હવે પ્રોબ્લમ્સની સાથે સાથે સોલ્યૂશંસ પર પણ ફિલ્મ જોવા મળે છે. સ્પષ્ટ છે, આજે સમાજની સાથે ફિલ્મોમાં પણ આ બદલાવ જોવા મળી રહ્યો છે.
વધુમાં વાંચો: બોક્સ ઓફિસ પર ઇમરાન હાશમીની Why Cheat Indiaની ધીમી શરૂઆત, પ્રથમ દિવસે થઈ આટલી આવક
પીએમ મોદી કહ્યું કે, દેશમાં ઘણા સારા પર્યટન સ્થળ ફિલ્મોના કારણે ઓળખાય છે. પર્યટનને વધારવા સૌથી મોટો રોલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નિભાવી શકે છે. દાવોસમાં થયેલા વર્લ્ડ આર્થિક મંચ સંમેલનની જેમ ભારતમાં વૈશ્વિક ફિલ્મ સંમેલન આયોજિત કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, પર્યટનને વધારવામાં પણ ફિલ્મોનું મહત્વનું યોગદાન હોય છે, જેનાથી ગરીબોને પણ રોજગાર મળે છે એટલું જ નહી ચાવાળો પણ પર્યટન વધવાથી કમાણી કરી શકે છે.
વધુમાં વાંચો: મારૂ યૌન શોષણ એક ડાયરેક્ટરે કર્યું, તે સમજવામાં વર્ષો લાગી ગયાઃ સ્વરા ભાસ્કર
તેમણે કહ્યું કે, દેશ બદલાઇ રહ્યો છે અને પોતાના સમાધાન શોધી રહ્યું છે. જો અહીંયા કરોડો સમસ્યાઓ છે તો એક અબજ સમાધાન પણ છે. દેશના અલગ અલગ ભાગમાં ફિલ્મ નિર્માણથી જોડાયેલી મંજૂરી માટે એક સિંગલ વિંડો ક્લિયરેન્સની નવી વ્યવસ્થા શરૂ કરવાની દિશામાં કાર્ય કરવામાં આવી રહી છે.
વધુમાં વાંચો: વરૂણ અને આલિયાની ફિલ્મ 'કલંક'નું શૂટિંગ પૂરૂ, ઇમોશનલ મેસેજ સાથે કર્યો ફર્સ્ટ લુક શેર
મોદીએ કહ્યું કે ભારતની સાંસ્કૃતિક શક્તિ (સોફ્ટ પાવર) માં ફિલ્મોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે જણાવ્યું કે, કેવી રીતે વિદેશી નેતાઓની સાથે તેમની વાતચીતમાં ભારતીય ફિલ્મો અને તેમની લોકપ્રિયતા જોઇને તેઓ આશ્ચર્ય થયા હતા. તેમણે ફિલ્મ ઉદ્યોગને આશ્વાસન આપ્યું છે કે પાયરેસી અને છુપાયેલા કેમેરાથી રેકોર્ડિંગ રોકવા માટે પ્રભાવી પગલા ઉઠવવામાં આવી રહ્યાં છે.
વધુમાં વાંચો: ડિરેક્ટર ઓમંગકુમારે માર્યો માસ્ટરસ્ટ્રોક, પીએમ મોદીની ફિલ્મ માટે કરી 'આ' ખાસ તૈયારી
પીએમએ કહ્યું કે, ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ અને તેની સાથે જોડાયેલી મંજૂરીઓ માટે એક સિંગલ વિંડો વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે