Home> Entertainment
Advertisement
Prev
Next

Prabhu Deva એ ભાણેજ નહીં પરંતુ આ મહિલા સાથે કર્યા લગ્ન, જાણો ક્યાં થઈ મુલાકાત

પ્રભુદેવાએ બીજા લગ્ન કરી લીધા છે. તેની બીજી પત્ની ફિઝિયોથેરાપિસ્ટ છે અને પ્રભુદેવાની સારવાર દરમિયાન બંન્નેની મુલાકાત થઈ હતી. 
 

Prabhu Deva એ ભાણેજ નહીં પરંતુ આ મહિલા સાથે કર્યા લગ્ન, જાણો ક્યાં થઈ મુલાકાત

નવી દિલ્હીઃ પ્રભુ દેવા  (Prabhu Deva)એ મુંબઈમાં રહેતી ફિઝિયોથેરિપિસ્ટ ડો. હિમાની (Dr. Himani)ની સાથે મે મહિનામાં લૉકડાઉન દરમિયાન ચોરી-છુપીથી લગ્ન કરી લીધા છે. હિમાની મુંબઈના સાકીનાકા વિસ્તારમાં રહે છે અને આ લગ્ન ચેન્નઈમાં સંપન્ન થયા હતા. 

fallbacks

બંન્નેની મુલાકાત તે સમયે થઈ, જ્યારે પ્રભુ દેવાની ડો. હિમાની પાસે તેની પીઠ અને પગની સારવાર ચાલી રહી હતી. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર આ વર્ષે માર્ચમાં બંન્ને ચેન્નઈ પહોંચ્યા અને લગ્ન પહેલા બે મહિનાના લૉકડાઉનમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. 

જાણીતી અભિનેત્રી  Leena Acharya નું નિધન, 'હિચકી' ફિલ્મ સહિત અનેક લોકપ્રિય શોમાં કર્યું હતું કામ

લગ્ન પ્રભુ દેવાના ઘરે સંપન્ન થયા હતા, જ્યાં માત્ર નજીકના લોકો હાજર રહ્યા હતા. લગ્નના સમાચારની પુષ્ટિ કરતા પ્રભુ દેવાના મોટા ભાઈ રાજૂ સુંદરમે ઈટાઈમ્સને જણાવ્યુ, 'વેલ, તમારી પાસે માહિતી છે. અમે પ્રભુ દેવાના લગ્નને લઈને ખુશ છીએ.'

પ્રભુદેવાના આ બીજા લગ્ન છે. તેના પ્રથમ પત્ની સાથે છુટાછેડા થઈ ચુક્યા છે. પત્ની રામલથા  (Ramlatha) સાથે છુટાછેડા બાદ તેના સંબંધોની ચર્ચાઓ સાઉથની ઘણી અભિનેત્રીઓ સાથે થઈ હતી. પાછલા દિવસોમાં સમાચાર આવ્યા હતા કે પ્રભુદેવા પોતાની ભાણેજની સાથે લગ્ન કરવાના છે. બાદમાં તે સ્પષ્ટ થયું કે આ સમાચાર સાચા નથી. 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More