Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રિન્સ નરુલા અને યુવિકાના લગ્નમાં થયું કંઈક એવું કે, જોતા રહી ગયા બધા મહેમાનો

લગ્નમાં દુલ્હા-દુલ્હન એકબીજાને માળા પહેરાવતા સમયે એકબીજાને ચોંકાવી દીધા હતા. પહેલા તો પ્રિન્સે પોતાની દુલ્હનને પ્રેમથી માથા પર કિસ કરી હતી

 પ્રિન્સ નરુલા અને યુવિકાના લગ્નમાં થયું કંઈક એવું કે, જોતા રહી ગયા બધા મહેમાનો

નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસોથી પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીની જોડી ટેલિવિઝન સ્ટાર્સની વચ્ચે સૌથી વધુ પસંદ થઈ રહી છે. દર્શકો શરૂઆતથી જ તેમના પ્રેમના સાક્ષી રહ્યાં છે. ગત બે દિવસોથી તેમના લગ્નની વિવિધ વિધીઓના વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યાં છે. પરંતુ શુક્રવારે જ્યારે લગ્નની મસ્તી લોકોની સામે આવી, તો લોકો દંગ રહી ગયા. તેમના લગ્નના વીડિયો એક રાતમાં જ વાઈરલ થઈ ચૂક્યા છે. 

fallbacks

બધાની સામે કિસ કરી
લગ્નમાં દુલ્હા-દુલ્હન એકબીજાને માળા પહેરાવતા સમયે એકબીજાને ચોંકાવી દીધા હતા. પહેલા તો પ્રિન્સે પોતાની દુલ્હનને પ્રેમથી માથા પર કિસ કરી હતી, તો યુવિકાએ પણ બાદમાં પોતાનો પ્રેમ વ્યક્ત કરીને તરત પ્રિન્સને માથા પર કિસ કરી હતી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

@princenarula @yuvikachaudhary #princenarula #yuvikachaudhary #privika

A post shared by Bollywood songs (@bollywood_tellywoodfanatic) on

દુલ્હને ઉઠાવ્યો સહેરો
લગ્નમાં હમેશા દુલ્હો દુલ્હનનું ઘુંઘટ ઉઠાવીને તેનો ચહેરો જુએ છે. પરંતુ અહીં તો સાવ ઉલ્ટુ જોવા મળ્યું હતું. યુવિકાએ પ્રિન્સનો સહેરો ઉઠાવીને તેનો ચહેરો જોયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાઈરલ થઈ રહ્યો છે. 

લુક્સ પણ રોયલ
લગ્નમાં બંનેના લુક્સની વાત કરીએ, તો પ્રિન્સ વ્હાઈટ કલરની શેરવાનીમાં પોતાના નામને સાર્થક કરતો નજરે આવે છે. તો યુવિકાએ ડાર્ક મરુન કલરનો હેવી વર્કનો લહેંગો પહેર્યો છે. તેની સાથે તેણે ગ્રીન સ્ટોન વર્કવાળી ગોલ્ડ જ્વેલરી મેચ કરીને પહેરી છે. તેણે પહેરેલો ગોલ્ડ કલરનો માંગ ટીક્કો મહારાની જેવો લુક આપી રહ્યો છે. 

ટી-સીરિઝના ભૂષણ કુમારે #MeToo વિશે આપ્યો સણસણતો જવાબ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More