Home> Gujarat
Advertisement
Prev
Next

બનાંસકાઠામાં સ્વાઇનફ્લૂના કરાણે એક વ્યક્તિનું મોત, તંત્ર રોગને રોકવામાં અસફળ

બનાસકાંઠા વિસ્તારમાં સ્વાઈનફલૂથી વધુ એક યુવકનું મોત થયું છે. ડીસાના રાણપુર ગામના યુવક અશોક માળીનું સ્વાઇનફલૂના કારણે મોત નીપજ્યું છે.

બનાંસકાઠામાં સ્વાઇનફ્લૂના કરાણે એક વ્યક્તિનું મોત, તંત્ર રોગને રોકવામાં અસફળ

અલ્કેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા વિસ્તારમાં સ્વાઈનફલૂથી વધુ એક યુવકનું મોત થયું છે. ડીસાના રાણપુર ગામના યુવક અશોક માળીનું સ્વાઇનફલૂના કારણે મોત નીપજ્યું છે. આ યુવક છેલ્લા કેટલાક સમયથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. અને સરાવાર દરમિયાન તેનું મોત થયું છે. સ્વાઇન ફ્ર્લૂથી મોતની વાત કરીએ તો બનાસકાંઠામાં અત્યાર સુધી સ્વાઇનફ્લૂના કારણે ત્રણ લોકોના મોત થયા છે. બનાંસકાઠાની સરકારી હોસ્પિટલમાં સ્વાઇનફ્લૂના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં 15 જેટલા દર્દીઓ સરવાર હેઠળ છે. 

fallbacks

રાજ્યમાં સ્વાઇન ફ્લૂના રોકવામાં સરકાર અસફળ
આ પ્રકારના ગંભીર રોગોમાં સરકાર કોઇ કાયમી અને નક્કર પગલા લેતી નથી. સ્વાઇન ફ્લૂના ટેસ્ટ માટે રાજયમાં પુરતા પ્રમાણમાં લેબોરેટરી નથી.પુરતા પ્રમાણમાં સાવધાની રાખવામાં આવતી નથી.સરકાર માત્ર સ્વાઇનફ્લૂથી બચવા માટેની જાહેરાતો કરે છે. આ રોગથી મૃત્યુ નીપજે તેના પરિવારજનોને સરકારે વળતર આપવાની ફરજ છે. રાજયના નાગરિકોને સારૂ સ્વાસ્થય આપવાની જવાબદારી સરકારની છે જો સરકાર તેમા નિષ્ફળ જાય તો તેના માટે વળતર ચુકવવુ જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More