Home> Entertainment
Advertisement
Prev
Next

લો બોલો ! લગ્નના બે અઠવાડિયામાં જ પ્રિયંકા અને નિકે કરી નખ્યું ફેમિલી પ્લાનિંગ

પ્રિયંકા અને નિકે 1 ડિસેમ્બરે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા

લો બોલો ! લગ્નના બે અઠવાડિયામાં જ પ્રિયંકા અને નિકે કરી નખ્યું ફેમિલી પ્લાનિંગ

નવી દિલ્હી : ડિસેમ્બરની શરૂઆતમાં લગ્નના બંધનમાં બંધાનાર પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ હવે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. પ્રિયંકા દિલ્હી અને મુંબઈમાં પ્રમોશનલ ઇવેન્ટમાં જોવા મળી હતી જ્યારે નિક ન્યૂ યોર્ક રવાના થઈ ગયો છે. બંનેએ નાનકડું હનીમૂન પણ ગાળ્યું છે. હવે પોતાના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પ્રિયંકાના પતિએ પોતાના ફેમિલી પ્લાનિંગની વિગતો દુનિયા સામે જાહેર કરી દીધી છે. 

fallbacks

એક ઇન્ટરવ્યૂમાં નિકે જણાવ્યું છે કે ''હું ચોક્કસપણે એક દિવસ પિતા બનવા ઇચ્છું છું. મારું બાળપણ સપના જેવું હતું પણ અમે બહુ જલ્દી મોટા થઈ ગયા. હું બાળપણથી જ મારા જીવનના લક્ષ્ય માટે સ્પષ્ટ હતો. મેં નાની વયે ઘણું જોઈ લીધું છે અને હવે હું આ અનુભવોને બાળકો સાથે વહેંચવા માંગું છું.''

આવી રહી છે ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ, સ્ટોરી છે જડબેસલાક

ઝી બિઝનેસ દ્વારા પ્રિયંકા અને નિકના લગ્નના ખર્ચાની તપાસ કરવામાં આવી છે જેના પગલે માહિતી મળી છે કે આ લગ્ન પાછળ લગભગ પાંચ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. વળી, આ ખર્ચમાં પ્રિયંકાના 75 ફૂટ લાંબા ગાઉન જેવા કિંમતી કપડાંઓની કિંમતની ગણતરી નથી કરવામાં આવી. પ્રિયંકા અને નિકની સગાઈ લગભગ ચાર મહિના પહેલા થઈ હતી અને આ મહિનાની શરૂઆતમાં આ જોડીએ લગ્ન કરી લીધા છે. 1 ડિસેમ્બરે તેમના કેથોલિક વિધિથી તો 2 ડિસેમ્બરના દિવસે હિંદુ પરંપરા પ્રમાણે તેમના લગ્ન થયા છે. આ પ્રસંગે પ્રિયંકાનું મોંઘું ગાઉન, 16 ફૂટની કેક તેમજ મોંઘીદાટ આતિશબાજી ચર્ચાનો વિષય બન્યા છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More