Home> Gujarat
Advertisement
Prev
Next

CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવીને કોર્ટમાં રજૂ કરી, માગ્યા 10 દિવસના રિમાન્ડ

વિનય શાહની પત્ની આરોપી ભાર્ગવી શાહ વધુ એક ગુનામાં કોર્ટમાં રજુ કરવામાં આવી હતી અને સીઆઇડીએ 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જ્યારે કોર્ટે 4 દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે.

CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવીને કોર્ટમાં રજૂ કરી, માગ્યા 10 દિવસના રિમાન્ડ

ઉદય રંજન, અમદાવાદ: 260 કરોડના કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી શાહને લઇ વધુ એક ખુલાસો થયો છે. વિનય શાહની પત્ની આરોપી ભાર્ગવી શાહ વધુ એક ગુનામાં કોર્ટમાં રજુ કરવામાં આવી હતી અને સીઆઇડીએ 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જ્યારે કોર્ટે 4 દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે.

fallbacks

વધુમાં વાંચો: ઘરમાં કામવાળી હોય તો તમે પણ રહેજો સાવધાન, જો જો તમારી સાથે આવું ન થાય

વિનય શાહની પત્ની ભાર્ગવી શાહને વધુ એક ગુનામાં સીઆઇડી ક્રાઇમે મિરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માગ કરી હતી. રિમાન્ડના કારણો આ મુજબ હતા. ભાર્ગવી શાહે નાણાંનું રોકાણ ક્યાં કર્યું છે. સ્વપ્નિલને એક કરોડ રૂપિયા આપ્યા હોવાની કલીપની વિગત મુજબ આરોપી ભાર્ગવી શાહ અને સ્વપ્નિલ રાજપૂત સાથે રાખીને તપાસ કરવાની છે. વિદેશમાં ક્યાં ટુર કરી તેની વિગત મેળવાની છે. આરોપી વિનય શાહની માહિતી માટે પણ ભાર્ગવી શાહના રિમાન્ડની જરૂર છે. 175 લોકોને કોપ્યુટર આપ્યા તેની તપાસ કરવાની છે.

વધુમાં વાંચો: રાજ્યમાંથી કોઈપણ જીવતા પશુઓની નિકાસ નહીં થાય: સીએમ રૂપાણી

697 લોકોનું આર્થિક નુકશાન કર્યું છે તેની તપાસ કરવાની છે. વર્લ્ડ કવરેજ નામની ખાનગી કમ્પનીના શેર બહાર પાડીને લોકોનું આર્થિક નુકશાન કર્યું છે તેની તપાસ કરવા માટે રિમાન્ડ માટેની જરૂર છે. મુકબધરી લોકોના રૂપિયાના પૈસા ફસાયા છે અને એમ કુલ 28 કારણો મુજબ 10 દિસવના રિમાન્ડની જરૂર છે. બચાવ પક્ષના વકીલે કોર્ટમાં રજુઆત કરી હતી. રિમાન્ડ કારણો છે અને ભાર્ગવી તપાસમાં સહકાર આપે છે માટે કોઈ રિમાન્ડ જરૂર નથી. બન્ને પક્ષની રજુઆત પૂર્ણ થતા કોર્ટે ચાર દિવસના ભાર્ગવી શાહના રિમાંડ મંજુર કર્યા છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More