Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રિયંકા-નિકના લગ્નની તારીખ ફાઈનલ, આ દિવસે લેશે સાત ફેરા

પ્રિયંકા-નિકના લગ્નની તારીખ ફાઈનલ, આ દિવસે લેશે સાત ફેરા

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના રિલેશનશિપ છેલ્લાં કેટલાક સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ આ કપલે મુંબઈમાં સગાઈ કરી હતી. પરંતુ હવે તેમના લગ્નની અફવાઓ પર ફુલસ્ટોપ લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ કપલ જલ્દી જ લગ્ન કરવાનું છે અને તેની તારીખ પણ સામે આવી ગઈ છે. 2 ડિસેમ્બરના રોજ પ્રિયંકા અને નિકના લગ્ન થશે. લગ્નનો સમારોહ જોધપુરના પેલેસમાં યોજાશે. 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી લગ્નની વિવિધ વિધીઓ ચાલશે.

fallbacks

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, બંને જોધપારના આલિશાન ઉમ્મેદ પેલેસમાં લગ્ન કરશે. હાલ નિક જોનસ લગ્નની તૈયારીઓ માટે ભારત આવ્યો હતો. ત્યારે લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તેવું કહેવાય છે. નિક જોનસ જ્યારે ભારત આવ્યો હતો ત્યારે બંનેએ સાથે મળીને જોધપુરનું લોકેશન ફાઈનલ કર્યું હતું. પ્રિયંકા અને નિકે પોતાના લગ્નની તમામ જવાબદારીઓ જાતે સંભાળવાનો નિર્ણય લીધો છે અને દરેક નાનામાં નાની બાબતો પર ધ્યાન આપશે તેવું તેમના નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

fallbacks

સગાઈ બાદ નિક જોનસ અને પ્રિયંકા ચોપરા જોધપુર પહોંચ્યા હતા. ત્યારે મીડિયામાં અહેવાલ આવ્યા હતા કે, બંને પોતાના લગ્નનું વેન્યુ જોવા માટે જોધપુર ગયા હતા. પરંતુ ત્યારે આ વાતની માત્ર અફવા ઉડી હતી. બાદમાં માલૂમ પડ્યું હતું કે, પ્રિયંકા અને નિક જોધપુરમાં લગ્નની તૈયારીઓ માટે નહિ, પરંતુ એક મિત્રના બર્થડે પાર્ટી માટે પહોંચ્યા હતા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

The only way to do this... with Family and God. Thank you all for your wishes and blessings 🙏🏼♥️🎉

A post shared by Priyanka Chopra (@priyankachopra) on

નિક અને પ્રિયંકા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હોલિવુડની અનેક ગલીઓમાં તેઓ સાથે જોવા મળ્યા હતા. પરંતુ 18 ઓગસ્ટના રોજ બંનેએ સગાઈ કરી લેતા તેમની અફવાઓની ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More