Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદઃ ગરબામાં સીડી ઘા કરતા બાળકને ઈજા, જાણીતા પાંચ RJ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

એક ખાનગી રેડિયો દ્વારા કરવામાં આવેલા ગરબાના આયોજનમાં સ્ટેજ પરથી આરજે દ્વારા સીડી ફેંકવામાં આવી હતી. 

અમદાવાદઃ ગરબામાં સીડી ઘા કરતા બાળકને ઈજા, જાણીતા પાંચ RJ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

અમદાવાદઃ સમગ્ર ગુજરાત અને દેશભરમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. શહેરોમાં વિવિધ સ્થળોએ ગરબાનું આયોજન થયું હોય છે. આજ રીતે શહેરના સિંધુભવન રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં એક ખાનગી રેડિયો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સાતમાં નોરતે સ્ટેજ પરથી આરજે (રેડિયો જોકી) દ્વારા સીડી ફેંકવામાં આવતા વિવાદ થયો છે. 

fallbacks

એક ખાનગી રેડિયો દ્વારા કરવામાં આવેલા ગરબાના આયોજનમાં સ્ટેજ પરથી આરજે દ્વારા સીડી ફેંકવામાં આવી હતી. આ સીડી એક બાળકને વાગતા પાંચ આરજે વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં જાણીતા આરજે દેવકી, નિષિતા, હર્ષ, ધ્રુમિલ અને આયુષનું નામ છે. 

ઘટનાની પ્રાપ્ત માહિતી પ્રમાણે માહી  પાર્ટી પ્લોટમાં આયોજીત ગરબામાં ખલૈયાઓ ગરબા રમતા હતા. દર વર્ષે નવરાત્રિ દરમિયાન એક સીડીનું વિતરણ ખેલૈયાઓમાં કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે આ સીડીનું વિતરણ કરવા સમયે સીડીનો ઘા કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સીડી એક નાના બાળકને વાગી જતા તેના માતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

આ બાળકને સારવાર માટે તાત્કાલિક સંજીવની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકના પિતાએ લોકોની સલામતી જોતા પોલીસમાં ફરિયાદ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More