Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રિયંકા ચોપડાના ડ્રેસ અને જ્વેલરીની કિંમત કેટલી? તમે ધારી પણ ન શકો એટલી

પ્રિયંકાએ ટિફની એન્ડ કંપનીના 5,600 ડોલરના ડાયમંડ ઇયરિંગ તેમજ એના મેચિંગના 12,000 ડોલરના બ્રેસલેટની પસંદગી કરી હતી

પ્રિયંકા ચોપડાના ડ્રેસ અને જ્વેલરીની કિંમત કેટલી? તમે ધારી પણ ન શકો એટલી

લાસ વેગાસ : બિલબોર્ડ મ્યુઝિક અવોર્ડ 2019 સમારોહમાં પ્રિયંકા ચોપડાએ 1.8 કરોડ રૂપિયાના કપડાં અને જ્વેલરી પહેરી હોવાની માહિતી મળી છે. પેજસિક્સ ડોટ કોમ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ફંક્શન દરમિયાન તેણે જુહૈર મુરાદ હોટ કોર્શિયર ગાઉન પહેર્યું હતું અને આમાં તે બહુ સુંદર લાગી રહી હતી. આ ડ્રેસ સાથે જ્વેલરી તરીકે પ્રિયંકાએ ટિફની એન્ડ કંપનીના 5,600 ડોલરના ડાયમંડ ઇયરિંગ તેમજ એના મેચિંગના 12,000 ડોલરના બ્રેસલેટની પસંદગી કરી હતી. 

fallbacks

36 વર્ષીય પ્રિયંકાએ ગળામાં 11,000 ડોલરનો ટિફનીના હાર્ડવિયર બોલ પેન્ડેન્ટ, 55,000 ડોલરનો વિક્ટોરિયા ગ્રેજ્યુએટેડ લાઇન નેકલેસ તેમજ 165,000 ડોલરનો સર્કિટ ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. આ સાથે જ પ્રિયંકાએ ટિફનીની ટી વાયર રિંય, ટી ટૂ ચેઇન રિંગ તેમજ વાઇટ ગોલ્ડ ટી વાયર રિંગ પહેરી હતી. આ ઘરેણાંની કિંમત ક્રમશ: 850 અને 825 ડોલર હતી. આ સાથે જ યિજીના ન્યૂડ પીવીસી શૂઝ (500 ડોલર) તેમજ સ્વરોવસ્કીના 3,620 ડોલરના ફિધર બેગનું કોમ્બિનેશન કરવામાં આવ્યું હતું. 

હોલિવૂડ એક્ટર અને સિંગર નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા તેમના લગ્નના સમયથી જ ચર્ચામાં છે. પોતાના વીડિયો, સક્સેસ અને લાઇવ શોને કારણે ચર્ચામાં રહે છે. હવે આ બંનેનો એક સ્પેશિયલ વીડિયો બહુ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ બંનેએ લાઇવ પર્ફોમન્સ વખતે KISS કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેમનો આ વીડિયો વાઇરલ થયો હતો. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More