નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પાંચમા તબક્કાનું મતદાન સોમવારે એટલે કે આવતી કાલે છે. છેલ્લા ચાર તબક્કાની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં લગભગ દરેક તબક્કાના મતદાનમાં હિંસા જોવા મળી. હવે એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં ભાજપના ઉમેદવાર ભારતી ઘોષ ખુલ્લેઆમ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કાર્યકર્તાઓને ધમકાવતા જોવા મળી રહ્યાં છે. તેમણે ટીએમસીના કાર્યકરોને ધમકી પણ આપી કે યુપીથી 1000 લોકોને બોલાવીને તમારી પીટાઈ કરાવીશ.
'PM મોદી જે બોલે તેનાથી વિરુદ્ધ કરે છે.' અખિલેશ યાદવના ઈન્ટરવ્યુની 25 ખાસ વાતો
#WATCH:BJP candidate from Ghatal, WB & ex IPS officer Bharati Ghosh threatens TMC workers,says,"You are threatening people to not cast their votes. I will drag you out of your houses and thrash you like dogs. I will call a thousand people from Uttar Pradesh to beat you up." (4/5) pic.twitter.com/GvX650F6n9
— ANI (@ANI) May 5, 2019
ભારતી ઘોષ પશ્ચિમ બંગાળના ઘાતલથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે. તેઓ પૂર્વ આઈપીએસ પણ છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભારતી પોતાના લાવ લશ્કર સાથે કોઈ વિસ્તારમાં ગયા છે અને ત્યાં તેઓ ટીએમસીના કાર્યકરોને ધમકાવી રહ્યાં છે.
જુઓ LIVE TV
ભારતીએ ટીએમસીના કાર્યકરોને ધમકાવતા કહ્યું કે, 'તમે લોકો અહીંના લોકોને ન આપવા માટે ડરાવતા-ધમકાવતા રહો. હું તમને લોકોને તમારા ઘરમાંથી કાઢીને કૂતરાની જેમ મારીશ. હું યુપીથી હજારો લોકોને બોલાવીને તમારી પીટાઈ કરાવીશ.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે