નવી દિલ્હીઃ પંજાબી મ્યૂઝિકના ચાહકો દુનિયાભરમાં છે અને લોકો પંજાબી સિંગરને ખુબ પસંદ પણ કરે છે. કેટલાક મહિના પહેલા પંજાબી સેન્સેશન સિદ્ધુ મૂસેવાલા (Siddhu Moosewala) ના મોતે દેશને હચમચાવી દીધો હતો. હવે વધુ એક પંજાબી સિંગરના મોતના સમાચાર સામે આવ્યા છે, જેનાથી દેશમાં શોકની લહેર દોડી ગઈ છે. તમને જણાવી દઈએ કે આ સિંગરનું મોત ભારતમાં નહીં પરંતુ વિદેશમાં થયું છે. એક ખતરનાક રોડ એક્ટિડેન્ટમાં આ સિંગરે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ પંજાબી સિંગરનું થયું ભયંકર એક્સીડેન્ટ
તમને જણાવી દઈએ કે પંજાબી સિંગર નિરવૈર સિંહનું નિધન થયું છે. આ પંજાબી સિંગર ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રહે છે અને એક ભયંકર કાર એક્સીડેન્ટમાં તેનું મોત થયું છે. 9News પ્રમાણે નિરવૈર સિંહ ત્રણ ગાડીઓની ટક્કરનો શિકાર થયો જેમાં એક કિયા સિડાન ઝડપથી આવી આ ગાડીમાં ટકરાઈ હતી.
મોતના સમાચારથી દોડી શોકની લહેર
કહેવામાં આવી રહ્યું છે કે દિવસે 3.30 કલાકે નિરવૈર સિંહ, જે 42 વર્ષના છે, તે પોતાની જોબ સાઇટ પર જઈ રહ્યાં હતા, જ્યારે એક કાર આઈટઓફ કંટ્રોલ થઈ ગઈ અને બીજી ગાડીઓ સાથે ટકરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે