Home> Gujarat
Advertisement
Prev
Next

75 કરોડના ખર્ચે બનેલા ભુજોડી બ્રિજમાં 3 માસમાં જ પડી તિરાડો, વિડિયો થયો વાયરલ

પ્રથમ વરસાદમાં પણ આ પુલમાં પણ મોટી મોટી તિરાડો પડી હતી. ત્યારબાદ ચાલુ વરસાદમાં રિપેર કામ કરવામાં આવ્યું હતું પરંતુ હવે તો સળિયાની નીચે એટલે કે પુલનો નીચેનો ભાગ પણ દેખાય છે એ પ્રમાણમાં તિરાડો પડી છે અને સળિયા ખુલી ગયા છે. 1

75 કરોડના ખર્ચે બનેલા ભુજોડી બ્રિજમાં 3 માસમાં જ પડી તિરાડો, વિડિયો થયો વાયરલ

રાજેન્દ્ર ઠક્કર, ભુજ: પશ્ચિમ કચ્છને જોડતો ભુજ - ભચાઉ રાજ્ય ધોરીમાર્ગ 42 ઉપરનો મુખ્ય ભુજોડી ઓવર બ્રિજ આખરે 10 વર્ષ બાદ થોડાક મહિનાઓ અગાઉ જ પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ થોડાક મહિનાઓની અંદર જ ભુજોડી ઓવરબ્રીજ પર તિરાડો સાથે સળિયા દેખાવા લાગ્યા છે. ઓવરબ્રિજ ઉપર સળિયા દેખાતા લોકો બ્રીજના નીચેથી જવાનો રસ્તો પકડ્યો છે.

fallbacks

75 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં 3 માસમાં જ પડી તિરાડો
ભુજોડી ઓવર બ્રિજ 75 કરોડના ખર્ચે અને એક દાયકાના સમય બાદ નિર્માણ પામેલ હતો પરંતુ કચ્છનો અતિમહત્વનો ગણાતો આ ભૂજોડી ઓવરબ્રિજ ઉપર હાલમાં મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે. ભૂજોડી ઓવરબ્રિજના ઉદ્ઘાટનને હજુ છ માસ પણ નથી થયા અને ઓવરબ્રિજ પર તિરાડો અને સળિયા દેખાવા લાગ્યા છે તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.વિડિયો જોઈને લોકોએ બ્રિજની ગુણવતાને લઈને અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. પુલ પર દેખાઈ રહી છે મોટી મોટી તિરાડો અને સળિયાઓ ક્યાંક અકસ્માત સર્જી ને મોટી જાનહાની પણ થઈ શકે છે.

Monsoon Update: અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઘૂંટણસમા પાણી ભરાયા, વાહનચાલકો સલવાયા

ઉલ્લેખનીય છે કે પ્રથમ વરસાદમાં પણ આ પુલમાં પણ મોટી મોટી તિરાડો પડી હતી. ત્યારબાદ ચાલુ વરસાદમાં રિપેર કામ કરવામાં આવ્યું હતું પરંતુ હવે તો સળિયાની નીચે એટલે કે પુલનો નીચેનો ભાગ પણ દેખાય છે એ પ્રમાણમાં તિરાડો પડી છે અને સળિયા ખુલી ગયા છે. 1.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનાવતા સરકારને દાયકો લાગ્યો હતો અને 2 જૂનના ઉદ્ઘાટન પૂર્વ માર્ગ મકાન પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે આ બ્રિઝમાં ખાસ પ્રકારની પથ્થરની ઓવર લોપિંગની દીવાલ પણ ફસકી પડી રહી છે અને પથ્થરો બહાર આવતા દેખાઈ રહ્યા છે. 5 માળ જેટલી ઊંચી દીવાલ પાણી અંદર જતા પથ્થરો ખસકી જય તો મોટી જાનહાની થઈ શકે છે. આ બ્રિજથી જિલ્લાના આશરે રોજના 1000 વાણીજ્યક/માલવાહક તથા ખનીજ વહન કરતાં વાહનોને તથા વ્યાપાર જગતના આશરે 13000 જેટલા પેસેન્જર વાહનોને પણ પસાર થાય છે આમ આ જીવાદોરી સમાન પુલિયો ઓવરબ્રિઝ માં તિરાડો પડતા લોકોમાં રોષ પણ છે.

અંદાજિત રૂ.75 કરોડના ખર્ચે નિર્મિત આ રેલ્વે ઓવરબ્રિજ માં પેટામાં કોઈ રાજકીય નેતા મોટાભાઈ એ આ કામ કર્યું હોવાની વાતો બહાર આવી છે. ભ્રષ્ટાચાર થી આ પુલ ની શરૂ થી જ બાંધકામ નબળું હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. તો ડુંગર ખોદીને વગર રોયલ્ટીનો માલ પણ તેમાં ભરાયો હતો આમ આખો પુલ ભ્રષ્ટાચાર નો ભોરિંગ છે એની તપાસ CID ને સોંપાય એવી માંગ પણ લોકોમાં ઉઠી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More