Home> Entertainment
Advertisement
Prev
Next

100 કે150 કરોડ નહીં પણ સલમાનની 'રેસ 3' કરી ચૂકી છે 'આટલા' કરોડની કમાણી

આ ફિલ્મની રિલીઝને 6 દિવસ થઈ ગયા છે

100 કે150 કરોડ નહીં પણ સલમાનની 'રેસ 3' કરી ચૂકી છે 'આટલા' કરોડની કમાણી

મુંબઈ : સલમાન ખાનની ચર્ચિત ફિલ્મ 'રેસ-3' સતત કમાણીનો રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મની રિલીઝના 6 દિવસ થઈ ગયા છે અને ફિલ્મનું કલેક્શન દિવસેને દિવસે વધી રહ્યું છે. આ ફિલ્મ અત્યાર સુધી 142.01 કરોડ રૂ.નું બોક્સ ઓફિસ કલેક્શન કરી ચુકી છે. આ ફિલ્મ ત્રીજા દિવસે 100 કરોડ રૂ.નો આંકડો પાર કરી ગયો છે. 'રેસ-3'ને લઈને એવું અનુમાન છે ફિલ્મ વિકએન્ડ સુધી ભારતીય બોક્સ ઓફિસ પર 150 કરોડ રૂ.નો આંકડો પાર કરી લેશે. 

fallbacks

VIDEO : પ્રવાસીઓને પ્લેનમાંથી ઉતારવા માટે પાયલટે એટલું ફાસ્ટ કરી દીધું AC કે...

આ ફિલ્મની રોજની કમાણીની વાત કરીએ તો 'રેસ-3'એ રિલીઝના દિવસે 29.17 કરોડ, શનિવારે 38.14 કરોડ, રવિવારે 39.16 કરોડ, સોમવારે 14.24 કરોડ તેમજ બુધવારે 9.50 કરોડ રૂ.નું બોક્સ ઓફિસ કલેક્શન છે. 

જો ફિલ્મના વર્લ્ડવાઇડ કલેક્શનની વાત કરીએ તો વેબસાઇટ bollywoodlife.comની માહિતી પ્રમાણે 'રેસ 3' 200 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. મોટા શહેરોમાં મલ્ટિપ્લેક્સ થિયેટર્સમાં ફિલ્મનો જાદૂ થોડો ઓછો થયો છે પણ નાના શહેરના સિંગલ સ્ક્રીન થિયેટરમાં હજી પણ ફિલ્મનો જલવો જળવાયેલો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More