Home> World
Advertisement
Prev
Next

UNના કાશ્મીર રિપોર્ટ મુદ્દે એકલું પડ્યું પાકિસ્તાન: સાથી દેશોએ પણ છેડો ફાડ્યો

ભૂટાને કહ્યું આતંકવાદના ઉલ્લેખ વગર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે માટે જમીની હકીકતથી જોજનો દુર છે આ રિપોર્ટ

UNના કાશ્મીર રિપોર્ટ મુદ્દે એકલું પડ્યું પાકિસ્તાન: સાથી દેશોએ પણ છેડો ફાડ્યો

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રની કાશ્મીર રિપોર્ટનો વિરોધ વ્યક્ત કરતા રિજેક્ટ કરનારા દેશોમાં ભારતની સાથે સાથે 6 અન્ય દેશોનો પણ સમાવેશ થાય છે. હ્યૂમન રાઇટ્સ હાઇ કમિશ્નરની જનરલ  ડિબેટ દરમિયાન જ્યારે હાઇકમિશ્નર જેદ રાદ અલ હુસૈને લખેલા રિપોર્ટ અંગે ચર્ચા માટે મુકવામાં આવી ત્યારે એશિયાથી અફઘાનિસ્તાન અને ભૂટાન સહિત આફ્રિકા, યૂરેશિયા અને લૈટિન અમેરિકી દેશોએ પોતાનાં રિપોર્ટ પર સવાલ ઉઠાવતા તેને રિજેક્ટ કરવાનો નિર્ણય લીધો છે. 

fallbacks

જો કે આ રિપોર્ટ પર ચર્ચા દરમિયાન પાકિસ્તાનનાં સંયુક્ત માં પર્મેનેન્ટ રિપ્રેઝન્ટેટિવ ફારુક અમીલે પાકિસ્તાનની તરફથી અપીલ કરી કે જમ્મુ કાશ્મીરમાં હ્યૂમન રાઇટ્સ મુદ્દે તપાસ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની સમિતીઓને મોકલવામાં આવે. જો કે ઇસ્લામિક દેશોની તરફથી બોલતા સમયે પાકિસ્તાનનાં રિપ્રેજન્ટેટિવ અમીલે માત્ર પોતાની વાત દોહરાવી હતી. અમીલે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની કાશ્મીર રિપોર્ટ ઇશારો કરે છે કે હ્યૂમન રાઇટ્સ સંસ્થાને જમ્મુ કાશ્મીરમાં યોગ્ય પગલા ઉઠાવવાની જરૂર છે. 
યુએનનાં આ રિપોર્ટ અંગે પાકિસ્તાનનાં વલણના સમર્થનમાં અન્ય કેટલાક દેશો સામે નહોતા આવ્યા. બીજી તરફ રિપોર્ટને જ્યાં એશિયન દેશોમાં અફઘાનિસ્તાન અને ભૂટાને ફગાવી દીધો હતો. ત્યારે લેટિન અમેરિકી દેશોમાં ક્યુબા અને વેનેજુએલાએ રિપોર્ટને રિજેક્ટ કરવાનો નિર્ણય લીધો છે. આફ્રિકાથી મોરેશિયસ અને યૂરેશિયાથી બેલારૂસે કાશ્મીર રિપોર્ટને રિજેક્ટ કરી દીધો છે. તે ઉપરાંત પણ ઘણા દેશોએ સંયુક્ત રાષ્ટ્રનાં આ રિપોર્ટમાં રજુ કરવાનાં સમય અને તથ્યો પર સવાલ ઉઠાવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે 49 પેજનાં આ વિવાદિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લાઇન ઓફ કંટ્રોલની બંન્ને તરફ માનવાધિકાર ઉલ્લંઘનના કિસ્સા બન્યા છે. જો કે આ મુદ્દો ભારત માટે એટલા માટે ગંભીર બની જાય છે કારણ કે હાલનાં સમયમાં પાકિસ્તાન સભ્ય તરીકે હ્યુમન રાઇટ્સ કાઉન્સિલનો હિસ્સો છે જ્યારે ભારત 2018થી 2020 સુધી કાઉન્સિલની બહાર છે. માટે યુએનમાં ભારતનાં રિપ્રેઝટેટિવ અશોક મુખર્જીનું માનવું છે કે હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં કોઇ પણ પ્રસ્તાવને પ્રભાવિત કરવામાં ભારતની સ્થિતી પાકિસ્તાનથી ખરાબ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More