મુંબઈઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શો દર્શકો વચ્ચે ખુબ પોપ્યુલર છે. તેની લોકપ્રિયતાનો અંદાજો તે વાતથી લગાવી શકાય કે આ શો ટીવી પર ઘણા વર્ષથી ટેલિકાસ્ટ થઈ રહ્યો છે, પરંતુ તે ટીઆરપી લિસ્ટ (TRP List) માં હંમેશા પોતાની જગ્યા બનાવવામાં સફળ રહે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી આ શોમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. તેના ઘણા એક્ટરોએ શોને અલવિદા કહ્યું છે અને હવે આ લિસ્ટમાં વધુ એક પાત્ર જોડાયું છે. આ કોઈ અન્ય નહીં પરંતુ જેઠાલાલ (Jethalal) એટલે કે દિલીપ જોશી (Dilip Joshi) ના ઓનસ્ક્રીન પુત્ર ટપ્પૂ (Tapu) નું પાત્ર ભજવનાર રાજ અનડકટ છે.
જી હાં, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલની ફેમેલીમાંથી હવા રાજ અનડકટ પણ બહાર થવાનો છે. તે જલદી પોતાના ભાગનું શૂટિંગ પૂરુ કરી લેશે. આ સમાચાર સાંભળી રાજના ફેન્સને મોટો ઝટકો લાગશે.
ક્રિસમસ પહેલાં પૂરુ કરી લેશે શૂટિંગ
શોના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ છેલ્લા કેટલાક સમયથી શો છોડવાના નિર્ણય પર વિચર કરી રહ્યો છે અને તેણે પ્રોડક્શન હાઉસ સાથે વાત પણ કરી હતી. પરંતુ હજુ કંઈ ફાઇનલ થયું નથી. રાજનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થવાનો હતો પરંતુ અંતમાં એક્ટરે અને પ્રોડક્શન હાઉસે તેને આગળ ન વધારવાનો નિર્ણય લીધો. તેણે શો છોડવાનો નિર્ણય લીધો છે. તે પણ જાણવા મળી રહ્યું છે કે ક્રિસમસ પહેલાં તે પોતાનું શૂટિંગ પૂરુ કરી લેશે.
આ સિતારા પણ છોડી ચુક્યા છે શો
હાલના વર્ષોમાં નેહા મેહતા અને ગુરૂચરણ સિંહ જેવા એક્ટરોએ શો છોડ્યો હતો. નેગાને સુનૈના ફૌજદારે રિપ્લેસ કરી તો ગુરૂચરણની જગ્યા બલવિંદર સિંહ સૂરીએ લીધી છે. હવે શો છોડનારના લિસ્ટમાં રાજનું નામ પણ સામેલ થઈ ગયું છે. રાજે 2017માં ભવ્ય ગાંધીને રિપ્લેસ કર્યો હતો, જે શોમાં ટપ્પૂનું પાત્ર ભજવી જાણીતો બન્યો હતો. દિલીપ જોશીના ઓનસ્ક્રીન પુત્ર ટપ્પૂનું પાત્ર ભજવી તેની લોકપ્રિયતામાં ખુબ વધારો થયો હતો. જેથી તેણે શોને અલવિદા કહ્યુ છે, જેથી લાઇફમાં કોઈ નવી વસ્તુ કરી શકે.
આ પણ વાંચોઃ Good News! ભારતી અને હર્ષના ઘરે ગૂંજશે કિલકારી, કંઇક આ અંદાજમાં કરી જાહેરાત
બબીતા જી સાથે અફેરની હતી ચર્ચા
થોડા મહિના પહેલાં રાજનું નામ શોમાં બબીતા જીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા સાથે જોડાયું હતું. બંનેના અફેરની ખુબ ચર્ચા થઈ હતી. બંનેને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજે આ મામલા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે