Home> World
Advertisement
Prev
Next

સાઉદી અરબે Tablighi Jamaat પર લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- તે આતંકવાદનું પ્રવેશદ્વાર

વિશ્વમાં મુસ્લિમોના નેતા હોવાનો દાવો કરતા સાઉદી અરેબિયાના આ પ્રતિબંધની તબલીગી જમાત પર ઊંડી અસર થવાની સંભાવના છે. ભારતમાં કોરોના રોગચાળાની શરૂઆતમાં દિલ્હીમાં તબલીગી જમાતના સરઘસને લઈને ભારે હોબાળો થયો હતો.
 

સાઉદી અરબે Tablighi Jamaat પર લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- તે આતંકવાદનું પ્રવેશદ્વાર

સાઉદી અરબઃ સાઉદી અરેબિયા સરકારે સુન્ની ઇસ્લામી ઉગ્રવાદી સંગઠન તબલીગી જમાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે આ સંગઠનને આતંકવાદના પ્રવેશ દ્વારોમાંથી એક ગણાવ્યું છે. સાઉદી ઇસ્લામિક મામલાના મંત્રાલયે મસ્જિદમાં ઉપદેશકોને આદેશ આપ્યો છે કે તે લોકોને તબલીગી જમાન વિશે એલર્ટ કરવા માટે આગામી શુક્રવારે જણાવે. 

fallbacks

સરકારે મસ્જિદોને આ સંગઠનના વિચલન અને જોખમ વિશે જણાવવાનું કીધુ છે. એવું કહેવામાં આવ્યું હતું કે તે આતંકવાદના દરવાજામાંથી એક છે. તબલીગી જમાતની સૌથી મહત્વપૂર્ણ ભૂલો જણાવવા માટે કહેવામાં આવ્યું છે. મંત્રાલયે સમાજને આ સંગનથથી થનારા ખતરાને લઈને જણાવવાનું કહ્યું છે. 

રિપોર્ટ પ્રમાણે 1926માં ભારતમાં બનેલું તબલીગી જમાન એક સુન્ની ઇસ્લામિક મિશનરી આંદોલન છે જે મુસલમાનોને સુન્ની ઇસ્લામના શુદ્ધ રૂપમાં પરત ફરવા અને ધાર્મિક રૂપથી ચોકસ રહેવાની અપીલ કરે છે. આ સંગઠન ડ્રેસિંગ, વ્યક્તિગત વ્યવહાર અને અનુષ્ઠાનોની શુદ્ધ ઇસ્લામી રૂપની વકાલત કરે છે. 

આ પણ વાંચોઃ બ્રિટનમાં ઓમિક્રોન આગળ 'ફેલ' થઈ ઓક્સફોર્ડની કોવિશીલ્ડ વેક્સીન, ભારતમાં વધી શકે છે ચિંતા  

એક અનુમાન પ્રમાણે વિશ્વભરમાં તબલીગી જમાતના 35-40 કરોડ સભ્ય છે. તેનો દાવો છે કે તેનો ફોકસ એરિયા ધર્મ છે અને તે રાજકીય ગતિવિધિઓથી દૂર રહે છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ પીસે તબલીગી જમાતને એક ઇસ્લામી પુરૂત્થાનવાદી સંગઠનના રૂપમાં ગણાવ્યું છે. કહ્યું છે કે આતંકવાદના સંબંધમાં ઘણીવાર આ સંગઠનનું નામ સામે આવ્યું છે. 

ભારતમાં પાછલા વર્ષે લૉકડાઉનના નિયમોના ઉલ્લંઘન કરવા માટે કોવિડ મહામારીની પ્રથમ લહેર દરમિયાન દિલ્હીના નિઝામુદ્દીન ક્ષેત્રમાં એક સામૂહિક સભાના સંગઠન માટે તેની ખુબ ટીકા થઈ હતી. પ્યૂ રિસર્ચ સેન્ટર પ્રમાણે તબલીગી જમાન પશ્ચિમી યૂરોપ, આફ્રિકા અને દક્ષિણ એશિયા સહિત દુનિયાના લગભગ 150 દેશોમાં સક્રિય છે. રિપોર્ટ પ્રમાણે દક્ષિણ એશિયા ખાસ કરીને ઈન્ડોનેશિયા, મલેશિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને થાઈલેન્ડ જેવા દેશોમાં આ સંગઠનના સભ્યો કરોડોમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More