Home> Entertainment
Advertisement
Prev
Next

'Krrish 4' ઋત્વિક રોશનના 4 પાત્રો પર રાકેશ રોશને કર્યો ખુલાસો, કહી આ વાત

બોલીવુડના એકમાત્ર સુપરહીરો 'Krrish'ની લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. થોડા દિવસો પહેલાં સમાચાર સામે આવ્યા છે કે આ ફ્રેંચાઇઝીની આગામી ફિલ્મ ક્રિશ 4 (Krrish) પર કામ શરૂ કરી દીધું છે. જલદી જ શૂટિંગ શરૂ થવાનું છે.

'Krrish 4' ઋત્વિક રોશનના 4 પાત્રો પર રાકેશ રોશને કર્યો ખુલાસો, કહી આ વાત

નવી દિલ્હી: બોલીવુડના એકમાત્ર સુપરહીરો 'Krrish'ની લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. થોડા દિવસો પહેલાં સમાચાર સામે આવ્યા છે કે આ ફ્રેંચાઇઝીની આગામી ફિલ્મ ક્રિશ 4 (Krrish) પર કામ શરૂ કરી દીધું છે. જલદી જ શૂટિંગ શરૂ થવાનું છે. કેટલાક રિપોર્ટ્સમાં આ દાવો પણ કરવામાં આવ્યો હતો મોસ્ટ અવેટેડ ફિલ્મમાં ઋત્વિક રોશન (Hrithik Roshan) એક અથવા બે નહી પરંતુ પરંતુ 4 અલગ-અલગ પાત્રો ભજવવાના છે. તો બીજી તરફ ફિલ્મ નિર્માતા અને ઋત્વિક રોશનના પિતા રાકેશ રોશન (Rakesh Roshan)એ ફિલ્મ પર ચાલી રહલી અટકળો પરથી પડદો ઉઠાવી દીધો છે. 

fallbacks

અમારી સહયોગી વેબસાઇટ Bollywoodlife.com ના સમચાર અનુસાર રાકેશ રોશને તાજેતરમાં જ આ વિષય પર વાત કરી છે. જેમાં તેમણે આ સમાચારોને ખોટા ગણાવ્યા છે કે 'ક્રિશ 4'મા6 ઋત્વિક 4 પાત્ર ભજવશે. રાકેશ રોશને જણાવ્યું કે આ કહાની એકદમ એવી નથી, જેવી સમાચારોમાં બતાવવામાં આવી રહી છે. 

રાકેશ રોશને કહ્યું કે 'આજકાલ પત્રકારો પાસે ઘણો સમય છે. એટલા માટે તે ફિલ્મનો સ્ક્રીનપ્લે પોતે જ બનાવી રહ્યા છે. જે સમાચારોમાં જણાવ્યું છે કે કે અફવાઓ છે. 'ક્રિશ 4'ને લઇને આવી રહેલા સમાચારો બિલકુલ સાચા નથી. અમે લોકો હજુ સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા છીએ. જ્યારે અમે ફિલ્મની કહાની પુરી કરી લઇશુ6, હું પોતે લોકોને આ વાતની જાણકારી આપીશ.

ફિલ્મની અભિનેત્રીને લઇને પણ અત્યાર સુધી કોઇ જાણકારી સામે આવી નથી. કારણ કે 'ક્રિશ' સીરીઝમાં પ્રિયંકા ચોપડા પણ એક મહત્વપૂર્ણ પાત્ર છે એટલા માટે લોકોને આશા છે કે 'ક્રિશ 4' પણ કદાચ જ તે રહે. પરંતુ પ્રિયંકા હવે હોલીવુડ સ્ટાર થઇ ચૂકી છે અને ઘણા વર્ષોથી બોલીવુડની એકપણ ફિલ્મ સાઇન કરી નથી. એટલા માટે તે ફિલ્મમાં હોવાની આશા ઓછી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More