Home> India
Advertisement
Prev
Next

ISIS in India: કર્ણાટક, કેરલમાં આઈએસઆઈએસ આતંકવાદીઓની મોટી સંખ્યામાં હાજરીઃ સંયુક્ત રાષ્ટ્ર રિપોર્ટ

ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનથી 150થી 200ની વચ્ચે સભ્યો છે. એક્યૂઆઈએસના હાલના વડા ઓસામા મહમૂદ છે, જેણે માર્યા ગયેલા આસિમ ઉમરની જગ્યા લીધી છે. સમાચાર છે કે એક્યૂઆઈએસ પોતાના આકાના મોતનો બદલો લેવા માટે ક્ષેત્રમાં જવાબી કાર્યવાહીનું ષડયંત્ર રચી રહ્યું છે. 

  ISIS in India: કર્ણાટક, કેરલમાં આઈએસઆઈએસ આતંકવાદીઓની મોટી સંખ્યામાં હાજરીઃ સંયુક્ત રાષ્ટ્ર રિપોર્ટ

બેંગલુરૂઃ આતંકવાદ પર સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કેરલ અને કર્ણાટકમાં આઈએસઆઈએસ  (ISIS in India) આતંકવાદીઓની મોટી સંખ્યા હોઈ શકે છે અને તે વાત પર પણ ધ્યાન અપાવ્યું કે, ભારતીય ઉપમહાદ્વીપમાં અલ-કાયદા આતંકવાદી સંગઠન, ક્ષેત્રમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. માનવામાં આવે છે કે સંગઠને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારના 150થી 200 આતંકવાદી છે. 

fallbacks

આઇએસઆઇએસ, અલ-કાયદા અને સાથી વ્યક્તિઓ અને સંસ્થાઓથી સંબંધિત વિશ્લેષણાત્મક સપોર્ટ અને મંજૂરીઓ મોનિટરિંગ ટીમની 26મી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ઉપમહાદ્વીપમાં અલ કાયદા તાલિબાન હેઠળ અફઘાનિસ્તાનના નિમરૂઝ, હેલમંદ અને કંધાર પ્રાંતોમાં કામ કરે છે. તેમાં કહેવામાં આવ્યું, માહિતી પ્રમાણે સંગઠનમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનથી 150થી 200ની વચ્ચે સભ્યો છે. એક્યૂઆઈએસના હાલના વડા ઓસામા મહમૂદ છે, જેણે માર્યા ગયેલા આસિમ ઉમરની જગ્યા લીધી છે. સમાચાર છે કે એક્યૂઆઈએસ પોતાના આકાના મોતનો બદલો લેવા માટે ક્ષેત્રમાં જવાબી કાર્યવાહીનું ષડયંત્ર રચી રહ્યું છે. 

રિપોર્ટ પ્રમાણે, એક સભ્ય રાષ્ટ્રએ માહિતી આપી કે 10 મે 2019ના જાહેર, આઈએસઆઈએલના ભારતીય સહયોગી (હિંદ વિલાયાહ)માં 180થી 200 વચ્ચે સભ્યો છે. તેમાં કહેવામાં આવ્યું કે, કેરલ અને કર્ણાટક રાજ્યોમાં આઈએસઆઈએલની મોટી સંખ્યા છે. પાછલા વર્ષે મેમાં ઇસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ, આઈએસઆઈએલ અને દાએશ તરીકે પણ ઓળખવામાં આવે છે) આતંકવાદી સંગઠને ભારતમાં નવો પ્રાંત સ્થાપવાનો દાવો કર્યો હતો. આ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ બાદ અનોખા પ્રકારની જાહેરાત હતી. 

CM શિવરાજ કોરોનાથી સંક્રમિત, દિગ્વિજયે કહ્યુ- તમે સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન ન રાખ્યું

ખૂંખાર આતંકવાદી સંગઠને પોતાની અમાક સમાચાર એજન્સીના માધ્યમથી કહ્યુ હતું કે, નવી શાખાનું અરબી નામ વિલાયાહ ઓફ હિંદ (ભારત પ્રાંત) છે. જમ્મૂ-કાશ્મીરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ દાવાને નકારી દીધો હતો. આ સિવાય કાશ્મીરમાં આઈએસઆઈએસના હુમલાને કથાકથિત ખુરાસાન પ્રાંતીય શાખા સાથે જોડવામાં આવતો રહે છે જેની રચના 2015મા થઈ હતી. જેનું લક્ષ્ય અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને પાસના ક્ષેત્રો હતા. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More