Home> Entertainment
Advertisement
Prev
Next

પાર્ટીમાં રણવીરે ખોલી દીપિકાની પોલ, આ નામથી ચિઢાવે છે દુલ્હનને...

શનિવારે મોડી રાત સુધી ચાલેલી આ પાર્ટીમાં ડાન્સ કરતા રણવીર અને દીપિકાના અનેક વીડિયો ઈન્ટરનેટ પર છવાયા છે. પંરતુ હાલ એક નવો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે

પાર્ટીમાં રણવીરે ખોલી દીપિકાની પોલ, આ નામથી ચિઢાવે છે દુલ્હનને...

નવી દિલ્હી : દીપિકા-રણવીરના લગ્નને 10 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ લગ્નના સમારોહની લાંબી લાઈન લાગી છે. ઈટલીથી પરત ફર્યા બાદ આ કપલના લગ્નના ફોટોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. એક બાદ એક લગ્નના વિવિદ ફંક્શનની તસવીરો સામે આવી રહી છે. શનિવારે રણવીરની બહેન રિતીકા  ભવનાનીએ કપલ માટે શાનદાર પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં રણવીરે દીપિકાની એક પોલ ખુલ્લી પાડી હતી. 

fallbacks

રણવીરે મસ્ત મૂડમાં લોકોને કહી દીધું કે, તે પોતાની પત્નીને પ્રેમથી કયા નામથી બોલાવે છે. એટલું જ નહિ, આ પ્રસંગે આ કપલનો લુક પણ ચર્ચામાં રહ્યો હતો. કેમ કે, રણવીર ખલીબલી અંદાજમાં જોવા મળ્યો હતો, તો દીપિકાનો શાહી અંદાજ પણ કંઈ ઓછો ન હતો. 

મજાકની સાથે પ્રેમ પણ વ્યક્ત કર્યો
શનિવારે મોડી રાત સુધી ચાલેલી આ પાર્ટીમાં ડાન્સ કરતા રણવીર અને દીપિકાના અનેક વીડિયો ઈન્ટરનેટ પર છવાયા છે. પંરતુ હાલ એક નવો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં રણવીર પોતાની દુલ્હનની મસ્તી કરી રહ્યો છે. હકીકતમાં, બંનેએ પાર્ટીમાં અતરંગી આઉટફીટ પહેર્યા હતા. રણવીરે બધાની સામે કહ્યું હતું કે, મેં દુનિયાની સૌથી સુંદર યુવતી સાથે લગ્ન કરી લીધા છે. આ સમયે દીપિકા સ્ટેજ પર આવે છે, અને બોલે છે કે, અમે બંને બહુ જ અલગ છીએ. આ સમયે રણવીર દીપિકા સાથે હાથ મિલાવતા કહે છે કે, આ મારી પૂસી કેટ છે. બધાના આશ્ચર્ય વચ્ચે રણવીરે દીપિકાના હુલામણા નામની પોલ ખોલી નાખી હતી.  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

- Ranveer Singh at his wedding party that is hosted by his sister Ritika in Mumbai 💗 - Look at him dancing his heart out 😍💗 can u spot deepika? ➖‬ رانفير سينغ في حفلة المقامه من قبل اخته ريتيكا بمناسبة زفافة 💗 - ياعمري شوفوه احس قاع يطلع الكبت كله من عقب ما كان متأدب الجم يوم الي راحوا 😂💗 المهم الي لابسه ابيض شكلها ديبيكا تقدرون تلمحونها لمن رانفير يرقص ونهاية الفيديو 💗 ___________________ ⁦‪#RanveerSingh‬⁩ ‎⁧‫#رانفير_سينغ‬ #deepikapadukone #deepveerkishaadi #deepikawedsranveer #deepveer

A post shared by Ranveer singh FC ♥️ (@ranveersinghtbt) on

પાર્ટીમાં રણવીરે ડિઝાઈનર મનીષ અરોડાએ ડિઝાઈન કરેલ કલરફુલ આઉટફીટ પહેર્યું હતું. તેણે ખલીબલી સ્ટાઈલની જેમ આંખમાં કાજલ અને ગળામાં હાર પહેર્યો હતો. તો દીપિકાએ સબ્યાસાચી મુખર્જીના કલેક્શનને રજૂ કર્યુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More