Home> Gujarat
Advertisement
Prev
Next

260 કરોડના કૌભાંડી વિનય શાહની પોલીસે કરી ધરપકડ, ટૂંક સમયમાં ગુજરાત લવાશે

કંપનીના ભોગ બનનાર એજન્ટ વાડજ પોલીસ મથકમાં કંપની સામે ફરિયાદ કરવામાં આવી છે .કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રોકાણકારોને કંપનીમાં રોકાણનું ઊંચું વળતર આપવની લાલચ આપી અનેક લોકોના રૂપિયા લીધા છે.

260 કરોડના કૌભાંડી વિનય શાહની પોલીસે કરી ધરપકડ, ટૂંક સમયમાં ગુજરાત લવાશે

મૌલિક ધામેચા, અમદાવાદ: રૂપિયા 260 કરોડના કૌભાંડ મામલે મહાકૌભાંડી વિનય શાહ હવે પોલીસ સકંજામાં સપડાયો છે. નેપાળ પોલીસે કૌભાંડી વિનય શાહની ધરપકડ કરી છે. કરોડોનું ફુલેકું ફેરવીને વિનય શાહ ફરાર થયો હતો. હવે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને વિનય શાહને ટૂંક સમયમાં ગુજરાત લવાશે. ત્રણ દિવસ પહેલા નેપાળ પોલીસે કલબમાં ધરપકડ કરી હતી. હવે CIDને જાણ કરવામાં આવી છે. 

fallbacks

ઉપરાંત વિનય શાહ પર નેપાળમાં પણ કેસ નોંધાયાની ચર્ચા છે. શું કેસ છે એની પણ સઘન તપાસ કરાઇ છે. કૌભાંડી વિનય શાહને હવે ગુજરાત લાવી સઘન તપાસ હાથ ધરાશે. સાથે જ કેટલાંક ચોંકાવનારા ખુલાસા પણ સામે આવે તેવી પણ શક્યતા છે.

વિનય શાહની પત્ની ભાર્ગવી શાહે CID ક્રાઇમને લખ્યો પત્ર, આત્મસમર્પણની દર્શાવી તૈયારી

શું છે કૌભાંડ
વિનય શાહ બાદ હવે કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. રોકાણ પર વળતર આપવાની લાલચ આપી ગ્રાહકોના કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવામાં આવ્યું છે. જે મામલે કંપનીના ભોગ બનનાર એજન્ટ વાડજ પોલીસ મથકમાં કંપની સામે ફરિયાદ કરવામાં આવી છે .કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રોકાણકારોને કંપનીમાં રોકાણનું ઊંચું વળતર આપવની લાલચ આપી અનેક લોકોના રૂપિયા લીધા છે. વાડજમાં પોલીસ ફરિયાદ બાદ મોટી સંખ્યામાં એજન્ટો પણ કિમ કંપની સામે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. કંપની દ્વારા રાજ્યના અનેક શહેરોમાં ઓફિસ ખોલી અને રોકાણના નામે રૂપિયા લીધા છે. ચેઇન સ્વરૂપે આ કંપનીમાં પણ એજન્ટો અન્ય લોકોને લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે.

260 કરોડના કૌભાંડી વિનય શાહ અને સ્વપ્નિલ રાજપૂત વચ્ચેની વાતચીતની 7 ઓડિયો ક્લિપ વાયરલ

કૌભાંડી વિનય શાહે એક કંપનીમાં અનેક નામો પર રજીસ્ટ્રેશન કર્યું હતું 
260 કરોડના કૌભાંડી વિનય શાહની એક પછી એક છેતરપીંડી બહાર આવી રહી છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા ચાલી રહેલી તપાસમાં વિનય શાહે એક કરતાં અનેક નામ પર કંપની રજીસ્ટર્ડ કરાઈ હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ સીઆઈડી ક્રાઈમને વિનય શાહની તેના એજન્ટો સાથેની દુબઈ ટૂરના ફોટોગ્રાફ્સ પણ હાથ લાગ્યા છે. 

મલ્ટીલેવલ માર્કેટિંગના નામે 260 કરોડનું ફૂલેકું ફેરવનારા વિનય શાહના કૌભાંડની સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં સીઆઈડીને અનેક મહત્ત્વપૂર્ણ પૂરાવા હાથ લાગ્યા છે. હવે, જાણવા મળ્યું છે કે, વિનય શાહેર એક કંપનીને અનેક નામ પર રજીસ્ટર્ડ કરી હતી. વિનય શાહે આર્ચર કેર ડીજીએડ, એલએલપી અને ડીજી લોકલ્સ નામની કંપનીમાં લોકો પાસે રોકાણ કરાવ્યા હતા.

કૌભાંડી વિનય શાહનો બીટ કોઈન લાવવાનો હતો પ્લાન, એજન્ટને કરાવી હતી વિદેશ ટૂર

સીઆઈડી ક્રાઈમે જ્યારે તેના કર્મચારીઓની પુછપરછ કરી તો તેની છેતરપીંડીનો ભોગ કર્મચારીઓ પણ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ સીઆઈડી ક્રાઈમે કર્મચારીના બેન્ક ખાતા સીલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

વિનય શાહે તેની કંપનીમાં 26 સભ્યોની કોર કમિટીની રચના કરી હતી. જેના દ્વારા તે લોકોને પોતાની કંપનીમાં રોકાણ કરવા માટે આકર્ષતો હતો. વિનય કંપનીમાં જોડાવાની લાલચ માટે દરેક રોકાણકારને 1 ગ્રામનો સોનાનો સિક્કો ભેટમાં આપતો હતો. સીઆઈડી ક્રાઈમની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, વિનયે સોનાના એક ગ્રામના 1000 સિક્કા બનાવાનો ઓર્ડર આપ્યો હતો. આથી, હવે સીઆઈડી સોનાના સિક્કા બનાવી આપનાર જ્વેલર્સને ત્યાં પણ તપાસ હાથ ધરી રહી છે.

250 કરોડના કૌભાંડી વિનય શાહની ચિઠ્ઠી સોશિયલ મીડિયામાં વાયરલ, કરોડો ચૂકવ્યા હોવાનો ઠગનો દાવો

સીઆઈડીની તપાસમાં વિનયના દુબઈ ટૂરના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા છે. વિનયે કંપનીના કોર ગ્રૂપના એજન્ટોનો દુબઈની ટૂર કરાવી હતી. આ ટૂરમાં એજન્ટ વિજય સુહાગિયા, મહેશ પટેલ સહિતના લોકો સામેલ હતા. હવે સીઆઈડીએ વધુ વિગતો મેળવવા માટે ટૂર સંચાલકનો સંપર્ક સાધ્યો છે. આ દરમિયાન વિનય શાહ વિદેશ ભાગી ગયો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More