Home> Entertainment
Advertisement
Prev
Next

મલાઇકાની આ તસવીર ઇશારો કરે છે પર્સનલ લાઇફના મોટા લોચાનો, હકીકતમાં...

હાલમાં મલાઇકા અરોરા મુંબઈની બહાર એક રેસ્ટોરાંમાં જોવા મળી હતી. તે ડિનર માટે પહોંચી હતી. મલાઇકા ગજબની ખૂબસુરત લાગી રહી હતી પણ તે સાવ એકલી હતી. આ સમયે તેની સાથે અર્જુન કપૂર નહોતો.

મલાઇકાની આ તસવીર ઇશારો કરે છે પર્સનલ લાઇફના મોટા લોચાનો, હકીકતમાં...

મુંબઈ : હાલમાં મલાઇકા અરોરા મુંબઈની બહાર એક રેસ્ટોરાંમાં જોવા મળી હતી. તે ડિનર માટે પહોંચી હતી. મલાઇકા ગજબની ખૂબસુરત લાગી રહી હતી પણ તે સાવ એકલી હતી. આ સમયે તેની સાથે અર્જુન કપૂર નહોતો. મળતી માહિતી પ્રમાણે અર્જુન મુંબઈમાં જ હતો પણ આમ છતાં મલાઇકા એકલી ડિનર પર જોવા મળી હતી. હાલમાં ચર્ચા છે કે અર્જુન અને મલાઇકાના સંબંધોમાં સમસ્યા ચાલી રહી છે અને આ તસવીર આ ચર્ચામાં કંઈ તથ્ય હોય એવો ઇશારો કરે છે. 

fallbacks

અર્જુન અને મલાઇકાના લગ્નને લઇને ખબર આવી રહી છે કે, એપ્રિલમાં નક્કી કરવામાં આવેલા લગ્ન ઠેલાયા છે કારણ કે અર્જુનના પિતા બોની કપૂર અને તેની બહેનો નથી ઇચ્છતી કે આ લગ્ન થાય. તેઓ તેમની તરફથી અર્જુનને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરિવારના નજીકના લોકો જણાવી રહ્યા છે કે, અર્જુનના પરિવારજનો આ લગ્ન રોકવા માટે ખૂબ જ દબાણ કરી રહ્યા છે જેના કારણે આ લગ્ન પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.

સોશિયલ મીડિયા પર છવાઈ ગયું નક્કાશનું TRAILER, વાર્તા છે સાવ અલગ

મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરના લગ્નની વાતો હાલમાં ભલે અટકી ગઇ છે છતાં બંને સાથે સમય વિતાવે છે. અર્જુન અને મલાઇકાના લગ્ન અંગે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે અર્જુને કહ્યું કે, હું લગ્ન નથી કરી રહ્યો અને કરીશ તો ચોક્કસ જણાવીશ કારણકે મારી પાસે સંતાડવા જેવું કંઇ જ નથી. મારે જ્યારે મીડિયાની જરૂર હતી ત્યારે તેમણે મને સહકાર આપ્યો છે ત્યારે હું મારા લગ્નની વાત શા માટે જાહેર નહીં કરૂં? 

મળતી માહિતી પ્રમાણે અર્જુન કપૂરના પિતા બોની કપૂર તથા બહેનો આ લગ્નની વિરૂદ્ધમાં છે. તેઓ અર્જુનને આ લગ્ન ન કરવા માટે સમજાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર 33 વર્ષનો છે જ્યારે 45 વર્ષીય મલાઈકા ડિવોર્સી તથા 15 વર્ષના દીકરાની માતા છે. અર્જુન તથા મલાઈકાની ઉંમરમાં 12 વર્ષનો તફાવત હોવાથી કપૂર પરિવાર આ લગ્નની વિરૂદ્ધમાં છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More