અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ભૂતકાળમાં એએમસીના ઇજનેર વિભાગના ઉચ્ચ અધિકારીને થયેલા અનુભવ બાદ હવે મ્યુનિસિપલ તંત્રએ પોતાના ફિલ્ડ સ્ટાફને ખાસ તબીબી ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો છે. જેના આધારે કોઇપણ પ્રકારની આકસ્મિક ઘટના બને અથવા તબીબી ઇમરજન્સી ઉભી થાય તો શું કરવુ, તેની ટ્રેનિંગ 108 ઇરજન્સી સેવાના સ્ટાફ દ્વારા એએમસીના સ્ટાફને આપવામાં આવશે.
આ માટે એએમસીના દ્વારા પોતાના વિવિધ વિભાગોના વર્ગ 3ના 150 કર્મચારીઓની યાદી બનાવાઇ છે. જેઓને વર્તમાન મે મહીનાના આખરી 3 રવિવારે કઠવાડા સ્થિત 108ના હેડ ક્વાર્ટરમાં ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે. ખાસ કરીને એએમસી સંબંધી ફિલ્ડ વર્ક કરતા અધિકારીઓને કોઇ તબીબી ઇરજન્સી ઉભી થાય તો પ્રાથમીક રીતે કેવી સારવાર કરવી, જેથી વ્યક્તીનો જીવ બચી શકે.
હવે એએમસીનો સ્ટાફ પણ લેશે 108 ના સ્ટાફ જેવી ટ્રેનિંગ
એએમસીના ઇજનેર વિભાગના અધિકારીઓને મ્યુનિસિપલ તંત્ર દ્વારા તબીબી ઇમરજન્સી અંગેની ટ્રેનિંગ આપવામાં આવશે. નોંધનીય છે કે, વર્ષ 2015માં એક ઉચ્ચ અધિકારીને ફિલ્ડ વર્ક દરમ્યાન ચાલુ કારમાં જ હદયરોગનો હુમલો આવ્યો હતો. પરંતુ તે એધિકારીને તુરંત સારવાર ન મળતા તેમનું અવસાન થયુ હતુ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે