Home> Entertainment
Advertisement
Prev
Next

Remo D'Souza હોસ્પિટલથી પહોંચ્યા ઘરે, આ રીતે થયું વેલકમ- VIDEO VIRAL

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર અને દિગ્દર્શક રેમો ડીસુઝા (Remo D'Souza) તાજેતરમાં જ તેની અચાનક તબિયત લથડતાં ચર્ચામાં આવ્યા હતા. તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને ખૂબ ગંભીર હાલતમાં મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

Remo D'Souza હોસ્પિટલથી પહોંચ્યા ઘરે, આ રીતે થયું વેલકમ- VIDEO VIRAL

નવી દિલ્હી: બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર અને દિગ્દર્શક રેમો ડીસુઝા (Remo D'Souza) તાજેતરમાં જ તેની અચાનક તબિયત લથડતાં ચર્ચામાં આવ્યા હતા. તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને ખૂબ ગંભીર હાલતમાં મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે એક નવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઇને રેમો ડીસુઝા (Remo D'Souza)ના ચાહકોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.

fallbacks

આ પણ વાંચો:- સુશાંતને યાદ કરી ભરાઇ ગઇ Ankita Lokhande ની આંખો, કહ્યું- પવિત્ર નહી, અમર સંબંધ છે અમારો

તમને જણાવી દઈએ કે હાર્ટ સર્જરી બાદ રેમો ડીસુઝા (Remo D'Souza) હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ તેના ઘરે પહોંચી ગયા છે. આ જાણકારી અન્ય કોઈએ નહીં પરંતુ કોરિયોગ્રાફરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી છે. રેમો ડીસૂઝા (Remo D'souza Video)એ ઇન્સ્ટાગ્રામ પર ઘરે તેના સ્વાગતનો આ વીડિયો પોસ્ટ કર્યો છે. જુઓ આ વીડિયો…

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Remo Dsouza (@remodsouza)

આ પણ વાંચો:- બ્લેક આઉટફિટમાં Alia Bhattની બોલ્ડનેસે બધાને આપી માત, Photo ને મળી લાખો લાઇક્સ

આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘરે બેઠાં રેમો ડીસુઝા (Remo D'Souza)નું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. વીડિયોમાં રેમો તેના પરિવાર સાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. વીડિયોની પૃષ્ઠભૂમિમાં ગણપતિ બાપ્પાના ભજન સંભળાય છે. આ વીડિયોના કેપ્શનમાં, રેમોએ લખ્યું, 'બધાનો પ્રેમ, પ્રાર્થના અને આશીર્વાદ આપવા બદલ આભાર, હું પાછો આવ્યો છું.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More