Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસ નેતા Jairam Ramesh એ NSA અજીત ડોભાલના પુત્રની માંગી માફી, કહ્યું- ગુસ્સામાં નિકળી હતી વાત

કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી જયરામ રમેશ (Jairam Ramesh)એ ફોજદારી માનહાનિનો કેસ (criminal defamation case)માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval)ના પુત્ર વિવેક ડોભાલની માફી માંગી લીધી છે.

કોંગ્રેસ નેતા Jairam Ramesh એ NSA અજીત ડોભાલના પુત્રની માંગી માફી, કહ્યું- ગુસ્સામાં નિકળી હતી વાત

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી જયરામ રમેશ (Jairam Ramesh)એ ફોજદારી માનહાનિનો કેસ (criminal defamation case)માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval)ના પુત્ર વિવેક ડોભાલની માફી માંગી લીધી છે. તો બીજી તરફ આ મામલે કરાવાં પત્રિકા (Caravan magazine)ના વિરૂદ્ધ ફોજદારી માનહાનિનો કેસ (criminal defamation case) ચાલતો રહેશે. 

fallbacks

ચૂંટણી પ્રચારના દૌરનો આપ્યો હવાલો
કોંગ્રેસ નેતા જયરામ રમેશ (Jayram Ramesh)એ કહ્યું કે 'મેં વિવેક ડોભાલ વિરૂદ્ધ નિવેદન આપ્યું. ચૂંટણીના સમયે મેં ગુસ્સામાં આવીને ઘણા આરોપો લગાવ્યા હતા. મારે આમ કરતાં પહેલાં તેની ખરાઇ કરવી જોઇતી હતી. 

ત્યારબાદ તાત્કાલિક એનએનએ અજીત ડોભાલના પુત્રની પ્રતિક્રિયા આવી જેમાં કહેવામાં આવ્યું કે 'જયરામ રમેશે માફી માંગી છે અને તેને સ્વિકાર કરી લીધી છે. કારવાં પત્રિકા વિરૂદ્ધ ફોજદારી માનહાનિનો કેસનો ચાલું રહેશે. 

આ હતો કેસ
કારવા નામને એક વેબ મેગેઝીને અજીત ડોભાલ અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે એનએસએના પુત્ર વિવેક, એક કેમૈન આઇલેંડમાં હેઝ ફંડ ચલાવે છે. જે 2016માં નોટબંધીની જાહેરાતના થોડા દિવસો બાદ રજિસ્ટર્ડ થયું હતું. વિવેક ડોભાલએ માનહાનિપૂર્ણ લેખ પ્રકાશિત કરવા પર ફોજદારી માનહાનિ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેમણે આ કેસમાં કોંગ્રેસી નેતા જયરામ રમેશ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More