નવી દિલ્હી: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની (Anil kapoor) પુત્રી અને સોનમ કપૂરની (Sonam Kapoor) બહેન રિયા કપૂર (Rhea Kapoor) આજે તેના બોયફ્રેન્ડ કરણ બુલાની (Karan Boolani) સાથે સાત ફેરા લેવા જઈ રહી છે. હવે આ હાઈ પ્રોફાઈલ લગ્નમાં મહેમાનોની એન્ટ્રી થઈ ગઈ છે. અર્જુન કપૂર, અંશુલા કપૂર, ખુશી કપૂર સાથે અહીં ઘણા મહેમાનો જોવા મળે છે.
થોડા સમયમાં શરૂ થશે લગ્ન
તમને જણાવી દઈએ કે રિયા કપૂર (Rhea Kapoor) અને કરણ બુલાની (Karan Boolani) ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્નની વિધિઓ આજ રાત સુધીમાં પૂર્ણ થવાની છે. તેથી જ હવે કપૂર પરિવારના સભ્યો તેમજ બોલીવૂડના તેમના નજીકના મિત્રોએ લગ્નમાં એન્ટ્રી લીધી છે. અત્યારે લોકો અહીં સતત ગેટ પર જોવા મળે છે.
આ મહેમાનોએ આપી હાજરી
રિયા અને કરણના લગ્નમાં ઘણા લોકો પહોંચી ગયા છે. અત્યાર સુધીની યાદીમાં અર્જુન કપૂર, બોની કપૂર, મસાબા ગુપ્તા, અંશુલા કપૂર, ખુશી કપૂર, શનાયા કપૂર, સંદીપ મારવાહ, સંજય કપૂર, માહિપ કપૂર અને જહાન કપૂરનો સમાવેશ થાય છે.
જાણો કરણ બુલાની વિશે
અનિલ કપુરના જમાઈ કરણ બુલાની પણ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. તે એક ફિલ્મ નિર્દેશક છે અને તેણે 'આયશા' અને 'વેકઅપ સિડ' જેવી ફિલ્મોમાં આસિસ્ટેન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. આ સાથે જ કે ઘણા ટીવી શોમાં પણ ડાયરેક્ટર તરીકે કામ કરી ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે