Home> Entertainment
Advertisement
Prev
Next

Richa Chadha-Ali Fazal Wedding: બોલિવુડના વધુ એક કપલે લગ્નની તારીખ જાહેર કરી

Richa Chadha- Ali Fazal Wedding: લાંબા બ્રેક બાદ આખરે બોલિવુડ સ્ટાર કપલ ઋચા ચઢ્ઢા અને તેના બોયફ્રેન્ડ અલી ફઝલે લગ્નની જાહેરાત કરી છે, તમને જાણવા જેવા બધી અપડેટ અહીં છે જુઓ
 

Richa Chadha-Ali Fazal Wedding: બોલિવુડના વધુ એક કપલે લગ્નની તારીખ જાહેર કરી

Richa Chadha- Ali Fazal Wedding: સ્ટાર્સ ઋચા ચઢ્ઢા અને અલી ફઝલ વચ્ચે ડેટિંગની ખબરો લાંબા સમયથી આવી રહી હતી. લોકો જાણવા ઉત્સુક હતા કે આખરે તેઓ ક્યારે પરણશે. ચર્ચાઓ વચ્ચે આખરે કપલે લગ્નની જાહેરાત કરી છે. આ મહિનાના અંતમાં ઋચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્ન થશે. 

fallbacks

ખબરો અનુસાર, તેમનું ગ્રાન્ડ વેડિંગ દિલ્હીમાં આયોજિત કરાયું છે. કપલના લગ્ન ભવ્ય અને ગ્રાન્ડ લેવલ પર થશે. તેના બાદ તેઓ ઓક્ટોબરમાં મુંબઈમાં એક ગ્રાન્ડ રિસેપ્શન આપશે. જેમાં 350-400 જેટલા મહેમાનો સામેલ થશે. લગ્નની તારીખ સામે આવતા જ તેમના ફેન્સમાં ખુશીની લહેર છવાઈ છે. તેઓ જલ્દી જ તેમના લગ્નની તસવીરો જોવા આતુર છે. 

સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં દિલ્હીમાં તેમના લગ્નનું આયોજન કરાયું છે. જ્યારે કે લગ્નના અન્ય પ્રસંગો મુંબઈ અને દિલ્હી એમ બંને શહેરોમાં થશે. સંગીત અને મહેંદી સેરેમની પણ યોજાશે. 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કપલે 21,  23 અને 24 એપ્રિલના રોજ લગ્ન કરવાનું આયોજન કર્યુ હતું. આ માટે ઋચા ચઢ્ઢાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો પણ કર્યો હતો કે, તે બંને લગ્નનું પ્લાનિંગ કરી રહ્યાં છે. એપ્રિલ મહિનામાં આમંત્રણ આપવાની જ તૈયારી હતી, અને અંતિમ પળે કોરોના મહામારીને કારણે લગ્નનું આયોજન કેન્સલ કર્યું હતું. પરંતુ હવે તારીખો આવી ગઈ છે, અને તૈયારીઓનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More