Home> Technology
Advertisement
Prev
Next

આ છે દેશની 5 સૌથી સુરક્ષિત ગાડીઓ, જાણો તેની કિંમત અને ફીચર્સ

જ્યારે પણ કાર ખરીદવા માટે જાવ ત્યારે તેના સેફ્ટી ફીચર્સનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સેફ્ટી ફીચર્સ સારા હશે તો ગમે તેવી સ્થિતિમાં તમારો જીવ બચી શકે છે. ભારતમાં અત્યારે આ પાંચ કાર છે જેને સેફ્ટીના મામલામાં 5 સ્ટાર રેટિંગ મળેલું છે. 

આ છે દેશની 5 સૌથી સુરક્ષિત ગાડીઓ, જાણો તેની કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીની કારના અકસ્માત બાદ કાર સેફ્ટીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેવામાં સવાલ ઉઠે છે કે ભારતમાં કઈ કાર સૌથી સુરક્ષિત છે? તેનો જવાબ આપણે કારને મળેલા સેફ્ટી રેટિંગથી મેળવી શકીએ છીએ. આ રેટિંગ NCAP દ્વારા મળે છે. જો કારને મળેલ રેટિંગ 5 સ્ટાર છે, તો તે સૌથી સુરક્ષિત છે. ગ્લોબલ NCAP ની 35 મેડ ઇન ઈન્ડિયા કોરાના ક્રેશ ટેસ્ટમાં 3 મોડલ ટાટા અને 2 મહિનાના મોડલને જ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. 

fallbacks

ટાટા પંચ
ટાટા પંચની એક્સશોરૂમ શરૂઆતી કિંમત 5.92 લાખ રૂપિયા છે. 7 ઇંચ ટચસ્ક્રીન સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, ઓટો એસી, ઓટોમેટિક હેડલાઇટ્સ, કનેક્ટેડ કાર ટેક અને ક્રૂઝ કંટ્રોલ જેવા સ્પેશિયલ ફીચર્સ છે. તેમાં 1.2 લીટર પેટ્રોલ એન્જીન લાગે છે. ટાટાની આ ગાડીને ગ્લોબલ NCAP એ એડલ્ટ સેફ્ટી સ્કોરમાં 5 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી સ્કોરમાં 4 સ્ટાર આપ્યા છે. 

fallbacks

મહિન્દ્રા  XUV300
મહિન્દ્રા XUV300 ની શરૂઆતી કિંમત 8.41 લાખ રૂપિયા છે. આ ગાડી પેટ્રોલ અને ડીઝલ બંને એન્જીન વિકલ્પમાં આવે છે. તેમાં 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે, જે 110 પીએસનો પાવર અને 200 એનએમનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. પેસેન્જર સેફ્ટી માટે તેમાં સાત એરબેગ્સ, કોર્નર બ્રેકિંગ કંટ્રોલ, ફ્રંટ તથા રિયર પાર્કિંગ સેન્સર્સ જેવા ફીચર્સ મળે છે. તેને ગ્લોબલ NCAP ના એડલ્ટ સેફ્ટી સ્કોરમાં 5 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી સ્કોરમાં 4 સ્ટાર મળ્યાં છે. 

fallbacks

ટાટા અલ્ટ્રોઝ 
ટાટા અલ્ટ્રોઝની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 6 લાખ રૂપિયા છે. અલ્ટ્રોઝ પેટ્રોલ સિવાય ડીઝલ એન્જીનમાં પણ ઉપલબ્ધ છે. કાર 1.2L Revotron, 1.2L i-Turbo engine અને 1.5L Turbocharged Revotron એન્જીન ઓપ્શનની સાથે ઉપલબ્ધ છે. કારમાં સેફ્ટી માટે બે એરબેગ છે. આ ગાડીને ગ્લોબલ NCAP એ એડલ્ટ સેફ્ટી સ્કોરમાં 5 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી સ્કોરમાં 3 સ્ટાર આપ્યા છે. 

fallbacks

ટાટા નેક્સન
ટાટા નેક્સનની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 7.60 લાખ રૂપિયા છે. આ 5 સીટર એસયૂવી પેટ્રોલ અને ડીઝલ, બંને એન્જીન વિકલ્પમાં ઉપલબ્ધ છે. તેનું પેટ્રોલમાં 1.2 લીટર, 3 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ એન્જીન 110 ps નો પાવર અને 170 Nm નો ટોર્ક જનરેટ કરી શકે છે. આ એસયૂવીને ગ્લોબલ NCAP એ એડલ્ટ સેફ્ટી સ્કોરમાં 5 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી સ્કોરમાં 3 સ્ટાર આપ્યા છે. 

fallbacks

મહિન્દ્રા XUV700
મહિન્દ્રા XUV700 ની શરૂઆતી એક્શ શોરૂમ કિંમત 13.18 લાખ રૂપિયા છે. તેમાં લેવલ 1 એડીએએસ (એડવાન્સ ટ્રાઇવર આસિસ્ટેન્ટ સિસ્ટમ) સેફ્ટી ટેક્નોલોજી આપવામાં આવી છે, જેમાં ઇમરજન્સી બ્રેકિંગ, લેન કીપ આસિસ્ટ અને અડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ સામેલ છે. આ ગાડીમાં 7 એરબેગ્સ અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક પણ આપવામાં આવી છે. આ ગાડીને ગ્લોબલ NCAP એ એડલ્ટ સેફ્ટી સ્કોરમાં 5 સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટી સ્કોરમાં 4 સ્ટાર આપ્યા છે. 

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More