Home> Entertainment
Advertisement
Prev
Next

રણબીર-આલિયા વિશે રિશી કપૂર આપી દીધું મોટું નિવેદન

હાલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બલ્ગેરિયામાં ફિલ્મ બ્રહ્માસ્ત્રના બીજા શેડ્યુલનું શૂટિંગ કરી રહ્યા છે

રણબીર-આલિયા વિશે રિશી કપૂર આપી દીધું મોટું નિવેદન

મુંબઈ : હાલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બલ્ગેરિયામાં ફિલ્મ બ્રહ્માસ્ત્રના બીજા શેડ્યુલનું શૂટિંગ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી બંનેના અફેરની જોરદાર ચર્ચા ચાલી રહી છે. હાલમાં આ બંનેની એકબીજાના પરિવારો સાથે પણ નિકટતા વધી રહી છે. હવે રણબીર-આલિયાના સંબંધો વિશે રિશી કપૂરનું રિએક્શન આવ્યું છે. હાલમાં એક ઇ્ન્ટરવ્યૂમાં રિશી કપૂરે રણબીર અને આલિયાના સંબંધો વિશે કહ્યું છે કે, ”જે છે એ કોઈથી સંતાયેલું નથી અને બધાને ખબર છે. મારે કંઈ અલગથી નથી કહેવું. મને લાગે છે કે રણબીર માટે લગ્નનો યોગ્ય સમય આવી ગયો છે.’

fallbacks

રિશી કપૂરે પોતાની વાત રજૂ કરતા કહ્યું છે કે ’મેં 27 વર્ષની વયે લગ્ન કરી લીધા હતા. રણબીર હવે 35નો થઈ ગયો છે અને હવે તેણે લગ્ન વિશે વિચારવું જોઈએ. રણબીર પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરી શકે છે. હું દુનિયાને વિદાય કરતા પહેલાં પૌત્ર અને પૌત્રીઓ સાથે રમવા માગુ છું. હું અને નીતુ હંમેશા તેની સાથે લગ્ન વિશે વાત કરીએ છીએ પણ તે આ મુદ્દાથી દુર જ ભાગે છે. હવે જ્યારે તે લગ્ન માટે તૈયાર થશે ત્યારે અમને બહુ ખુશી થશે.’

હાલમાં ‘બ્રહ્માસ્ત્ર’ની આખી ટીમ લંચ કરતા ક્લિક થઈ ગઈ હતી. આ ફિલ્મના પહેલા શેડ્યુલ વખતે જ રણબીર અને આલિયાના અફેરની ચર્ચા શરૂ થઈ હતી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More