Home> Entertainment
Advertisement
Prev
Next

PIC ALERT !! ઐશ્વર્યાનું ગીત જોઈને સલમાનનો ચહેરો થઈ ગયો કંઇક 'આવો'

સલમાન ખાનના શો 'દસ કા દમ' પર પોતાની ફિલ્મ 'ફન્ને ખાં' પ્રમોટ કરવા પહોંચ્યો હતો અનિલ કપૂર

PIC ALERT !! ઐશ્વર્યાનું ગીત જોઈને સલમાનનો ચહેરો થઈ ગયો કંઇક 'આવો'

મુંબઈ : અનિલ કપૂર અને ઐશ્વર્યા રાય બચ્ચનને ચમકાવતી આગામી ફિલ્મ 'ફન્ને ખાં' રિલીઝ થવાની છે અને આ ફિલ્મના પ્રમોશન માટે અનિલ કપૂર પહોંચ્યો હતો સલમાન ખાનના શો ‘દસ કા દમ’ના સેટ પર. અનિલ કપૂરે શૂટિંગ દરમિયાન સલમાન ખાન સાથે ભરપુર મસ્તી કરી હતી. જોકે બધાને ઐશ્વર્યાની ગેરહાજરી ખટકી. આ ફિલ્મમાં એશે પણ મહત્વનો રોલ કર્યો છે એટલે બધાની ઇચ્છા હતી કે એશ પણ આ શોમાં ફિલ્મનું પ્રમોશન કરે. 

fallbacks

fallbacks
જોકે ઐશ્વર્યા હાલમાં પોતાના પતિ અભિષેક બચ્ચન તેમજ દીકરી આરાધ્યા સાથે લંડનમાં રજાઓ ગાળવા ગઈ છે. ત્યાંથી પરત ફરીને તે ‘ફન્ને ખાં’ના પ્રમોશનમાં લાગી જશે. આ કારણે જ તે સલમાનના શો ‘દસ કા દમ’ પર પહોંચી ન શકી. જોકે ‘દસ કા દમ’ના નિર્માતાઓને ચાહકોની લાગણી સમજાઈ અને તેમણે ઐશ્વર્યાનું સુપરહીટ ગીત ‘મોહબ્બત’ વગાડ્યું. આ ગીત જોતા સલમાનના ચહેરા પર સ્માઇલ આવી ગયું અને સલમાનની આંખો સ્ક્રીન પર જ ચોંટેલી રહી. 

આ ગીત જોયા પછી સલમાને મિત્ર અનિલ કપૂરને શં કહ્યું એ તો એપિસોડ જોઈને જ ખબર પડશે. ‘ફન્ને ખાં’ 3 ઓગસ્ટના દિવસે રિલીઝ થવાની છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે ક્લિક કરો....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More