Home> Entertainment
Advertisement
Prev
Next

ઓસ્કાર માટે નોમિનેટ થયું RRR નું ગીત Naatu Naatu,ભારત માટે ખુશીના સમાચાર

Oscar Nominations 2023 Live: આરઆરઆર, છેલ્લો શો, ઓલ ધેટ બ્રીથ્સ અને ધ એલિફેન્ટ વ્હિસ્પર્સને લઈને ભારતીય ફેન્સ આતુર છે.. શું આ ફિલ્મ ઓસ્કાર માટે નોમિનેટ થાય છે કે નહીં. 

ઓસ્કાર માટે નોમિનેટ થયું  RRR નું ગીત Naatu Naatu,ભારત માટે ખુશીના સમાચાર

નવી દિલ્હીઃ આરઆરઆરના નાટૂ નાટૂ ગીતે વધુ એક ધમાકો કરી દીધો છે. ફિલ્મના નાટૂ નાટૂ ગીતને ઓસ્કારના નોમિનેશનમાં જગ્યા મળી છે. ગીતને ઓરિજનલ સોન્ગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. મંગળવારે 95માં એકેડમી એવોર્ડ્સના નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. ગીતનું સંગીત એમએમ કિરવાણીએ આપ્યું છે. એસએસ રાજામૌલીની આ બ્લોકબસ્ટર ફિલ્મએ ઓસ્કાર એવોર્ડમાં ઈતિહાસ રચી દીધો છે. આ પહેલા નાટૂ નાટૂ ગીતને બેસ્ટ ઓરિજનલ સોન્ગનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળી ચુક્યો છે. 

fallbacks

એસએસ રાજામૌલીની આ બ્લોકબસ્ટર ફિલ્મએ ઈતિહાસ રચી દીધો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં એલિસન વિલિયમ્સ અને રિઝ અહમદે નોમિનેશનની જાહેરાત કરી છે. આ સાથે ભારતીય ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ઓથ ધેટ બ્રીદ્સને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મના નોમિનેશનમાં જગ્યા મળી છે. તેના ડાયરેક્ટર શૌકન સેન છે. ફિલ્મ બે ભાઈઓની કહાની છે જે દિલ્હીમાં જન્મ્યા છે. 

દુનિયાભરમાં મચાવી ધમાલ
આ પહેલા આરઆરઆરને 28માં ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ્સમાં બેસ્ટ વિદેશી ભાષા ફિલ્મ અને નાટૂ નાટૂ માટે બેસ્ટ સોન્ગનો એવોર્ડ મળ્યો હતો. આરઆરઆરને નાટૂ નાટૂ માટે ગોલ્ડન ગ્લોબમાં બેસ્ટ ઓરિજનલ સ્કોરનો એવોર્ડ મળ્યો. પરંતુ બેસ્ટ વિદેશી ભાષામાં ફિલ્મ ચૂકી ગઈ હતી. 

શું છે કહાની
આરઆરઆર 1920ના બે સ્વતંત્રતા સેનાનીઓ અલૂરી સીતારામા રાજૂ અને કોમારામ ભીમની કહાની છે. આ પાત્ર રામ ચરણ અને જૂનિયર એનટીઆરે ભજવ્યું હતું. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેગવને કેમિયો રોલ કર્યો હતો. ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજામૌલી હતા. 

ગુજરાતી ફિલ્મ છેલ્લો શો બહાર
આરઆરઆર અને છેલ્લો શો બંને સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મ કેટેગરીમાં ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More