Home> Health
Advertisement
Prev
Next

Dry skin home remedies: ઠંડીના લીધે સ્કીન ફાટી જાય છે, તો કરો આ ઘરેલુ ઉપાય

Winter Hand Care: શિયાળામાં ઠંડી હવાઓની કારણે હાથ ફાટી જાય છે અને પગ પણ ફાટે છે. ઘણીવાર સ્કીનમાંથી લોહી નિકળે છે. તેવામાં તમે આ સમસ્યાને ઘર પર સરળતાથી સારી કરી શકો છો. 
 

Dry skin home remedies: ઠંડીના લીધે સ્કીન ફાટી જાય છે, તો કરો આ ઘરેલુ ઉપાય

નવી દિલ્હીઃ ઠંડી વધતાં સ્કીન ફાટી જવાની સમસ્યા વધી રહી છે...જેમાં સૌથી વધુ હાથની ચામડી ડ્રાય થઈ જાય છે...જેથી સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ ચાર બાબતોનું ધ્યાન રાખશો તો તમારી ત્વચા ફાટશે નહીં. ચહેરા અને હાથની ત્વચાને કોમળ રાખવા માટે તમે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો છો. પરંતુ આ સિવાય તમે શિયાળામાં હાથની ડ્રાયનેસ કેવી રીતે દૂર કરશો..તે અમે તમને જણાવીશું..

fallbacks

શિયાળામાં ઠંડા પાણીનો વારંવાર ઉપયોગ કરવાથી હાથની ત્વચા ફાટી જાય છે. આ સિવાય તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારે વધારે ગરમ પાણીનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. તઆ પ્રકારનું પાણી ત્વચાની ભેજ ઘટાડે છે. તમારા હાથને નવશેકા પાણીથી ધોઈ લો અને પછી તમારા હાથને નરમ ટુવાલથી લૂછી લો.

શિયાળામાં તમારે રોજે રાત્રે મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવવું જોઈએ. જેથી તમારા હાથ જલ્દી સોફ્ટ થઈ જશે. 

આ પણ વાંચોઃ કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો

જો કે હવે ઠંડીથી થોડી રાહત મળી છે, પરંતુ તેમ છતાં તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે, હાથ ધોતી વખતે તમારા હાથમાં વીંટી અથવા અન્ય કોઈપણ વસ્તુઓ ન પહેરો. આ સિઝનમાં જ્યારે પણ તમે બહાર જાવ ત્યારે તમારે મોજાનો ઉપયોગ અવશ્ય કરવો. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારી ત્વચા નહીં ફાટે..

ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ વારંવાર હાથ ધોતા હોય છે. શિયાળામાં તમારે બિનજરૂરી રીતે હાથ ધોવાનું ટાળવું જોઈએ.સાથે સાબુનો કાળજીપૂર્વક ઉપયોગ કરો. આમ કરવાથી તમારા હાથમાં આવતી ખંજવાળ પણ દૂર થઈ જશે.

આ પણ વાંચોઃ Winter Headache: જો ઠંડીમાં તમારું માથું ફાટે, અસહ્ય દુઃખાવો થાય તો કરો આ સરળ ઉપાય

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More