Home> Entertainment
Advertisement
Prev
Next

ઐશ્વર્યા રાય બચ્ચન ફરી પ્રેગનન્ટ ? બચ્ચન પરિવારે આખરે પાડ્યો ફોડ

હાલમાં અભિષેક અને ઐશ્વર્યા દીકરી આરાધ્યાના પેરેન્ટ્સ છે

ઐશ્વર્યા રાય બચ્ચન ફરી પ્રેગનન્ટ ? બચ્ચન પરિવારે આખરે પાડ્યો ફોડ

મુંબઈ : હાલમાં સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચનની એક તસવીર વાઇરલ થઈ હતી. આ તસવીરમાં ઐશ્વર્યા અને અભિષેક જોવા મળી રહ્યા છે. ધ ગોવન એવરી ડેમાં પબ્લિશ થયેલી આ તસવીર પ્રમાણે ઐશ્વર્યા પોતાના પતિ અભિષેક સાથે ગોવામાં હોલી ડે માણી રહી છે. આ તસવીરમાં ઐશ્વર્યા જાણે પ્રેગનન્ટ હોય એવી લાગી રહી છે. આ તસવીર પોસ્ટ થયા પછી ઐશ્વર્યાના ચાહકોમાં એની પ્રેગનન્સીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઐશ્વર્યાની આ તસવીર જોઈને ચાહકો ટ્વિટર પર કમેન્ટ કરી રહ્યા છે. હાલમાં ઐશ્વર્યા અને અભિષેક દીકરી આરાધ્યાના પેરેન્ટ્સ છે.

fallbacks

હવે ઐશ્વર્યાના પ્રવક્તાએ ઐશ્વર્યાની પ્રેગ્નન્સીના ન્યૂઝ પર સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું છે કે ઐશ્વર્યાનો જે ફોટો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. તે ખોટા એંગલથી પાડવામાં આવ્યો છે. આ કારણે ઐશ્વર્યાનું પેટ ફૂલાયેલું જોવા મળે છે. પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે ઐશ્વર્યા પ્રેગ્નન્ટ નથી.

અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે 2005માં ફિલ્મ બંટી અને બબલીના આઇટમ સોન્ગ 'કજરારે'ના શૂટિંગ વચ્ચે મિત્રતા થઈ હતી. 2007માં ફિલ્મ ગુરુના સેટ પર તેઓ નજીક આવ્યા અને ડેટિંગ શરૂ થઈ ગયું. ગુરુની સક્સેસ પાર્ટી દરમિયાન અભિષેકે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ઐશ્વર્યાએ અભિષેક સાથે 20 એપ્રિલ, 2007માં એક વર્ષના ડેટિંગ પછી લગ્ન કર્યા હતા. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More