અજય શીલુ/પોરબંદર :ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને કોંગ્રેસ રિપીટ કરશે કે તેના બદલે અન્ય ઉમેદવારને લાવશે તે ચર્ચાની વચ્ચે લલિત વસોતાની કારને અકસ્માત થયો છે. પોરબંદર કલેકટર કચેરી નજીક ધારાસભ્યની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં તેમને માથાના ભાગમાં ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
પોસ્ટર વોરમાં લલિત વસોયા પણ સપડાયા, ટિકીટ ન આપવા લાગ્યા પોસ્ટર્સ
લલિત વસોયા લોકસભાની ચૂંટણીને કામને લઈને જઈ રહ્યા હતા ત્યારે એરપોર્ટ નજીક તેમની કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, લલિત વસોયા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે. જોકે, હાલ તેમને ટિકીટ મળશે કે નહિ તે અંગે અનેક મતમતાંતર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે