Home> Entertainment
Advertisement
Prev
Next

અમૃતા સિંહ સાથેના તલાક વિશે 16 વર્ષ પછી બોલ્યો સૈફ અલી ખાન, કહ્યું કે...

બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન અને અમૃતા સિંહના ડિવોર્સને 16 વર્ષ થઇ ચૂક્યા છે. ડિવોર્સ પછી સૈફ હવે જીવનમાં આગળ વધી ગયો છે અને તેણે કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા છે. હાલમાં સૈફ અને કરીના દીકરા તૈમુર સાથે ખુશીપૂર્વક જીવન જીવી રહ્યો છે.

અમૃતા સિંહ સાથેના તલાક વિશે 16 વર્ષ પછી બોલ્યો સૈફ અલી ખાન, કહ્યું કે...

મુંબઈ : બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન (Saif Ali Khan)અને અમૃતા સિંહ (Amruta Singh)ના ડિવોર્સને 16 વર્ષ થઇ ચૂક્યા છે. ડિવોર્સ પછી સૈફ હવે જીવનમાં આગળ વધી ગયો છે અને તેણે કરીના કપૂર (Kareena Kapoor)સાથે લગ્ન કરી લીધા છે. હાલમાં સૈફ અને કરીના દીકરા તૈમુર સાથે ખુશીપૂર્વક જીવન જીવી રહ્યો છે. સૈફ અત્યારે સુખી છે ત્યારે આજે પણ સૈફને ક્યાંકને ક્યાંક અમૃતા સાથેના ડિવોર્સનું દુખ છે અને હૃદયમાં એક ઉંડી ટીસ છે.

fallbacks

Malang : જાહેર થયું નવું ગીત, દિશાએ બિકીની પહેરીને આદિત્ય સાથે કર્યો રોમેન્સ

હાલમાં સૈફે પત્ની અમૃતા સાથેના તલાક પર એક ઇન્ટવ્યૂમાં ખૂલીને વાત કરી અને એ પણ જણાવ્યુ કે, આનો તેમના બાળકો ઇબ્રાહિમ અને સારા પર ડિવોર્સનો શું પ્રભાવ પડ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં સૈફે કહ્યુ કે ''તલાક દુનિયાની સૌથી ખરાબ વસ્તુ છે. તે સમયે કંઇક અલગ અને સારું થઇ શક્યુ હોત. કેટલીક એવી બાબતો છે જેને સાચવી શકાતી નથી. જોકે પરિસ્થિતિ કોઈપણ હોય પણ કોઇપણ બાળકને એક સારા ઘર અને પરિવેશથી અળગું ન રાખવુ જોઇએ. સ્થિતિ ભલે ગમે તેવી હોય પણ સારી રીતે હેન્ડલ કરવી જોઇએ અને ખુશહાલીથી રહેવુ જોઇએ. આ જિંદગી ખૂબ જ સુંદર છે. બાળક પાસે બે પેરેન્ટ્સ હોય એ સારી વાત છે પણ આ બંને અલગઅલગ વ્યક્તિ પણ છે.''

શાહરૂખના મન્નતમાં રૂમ ભાડે જોઇતો હોય તો ચૂકવવી પડશે આટલી કિંમત, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

અમૃતા સાથે સૈફના લગ્ન 1991માં થયા હતા. અમૃતા સાથે મુલાકાતના થોડા મહિનાઓ પછી જ સૈફે તેની સાથે લગ્ન કરી દીધા. જોકે 2004માં બંને અલગ થઇ ગયા. અમૃતાથી સૈફને 2 બાળકો ઇબ્રાહિમ અને સારા અલી ખાન થયા. જોકે સૈફ પોતાના બીજા લગ્નજીવનમાં ઘણો ખુશ છે અને લાઇફને એન્જોય કરી રહ્યો છે. અમૃતાથી અલગ થયાના થોડા વર્ષો પછી તેને કરિનાની સાથે પ્રેમ થઇ ગયો અને બંનેએ 16 ઓક્ટોબર 2012 ના રોજ લગ્ન કરી દીધા. લગ્ન પહેલા સૈફ અને કરિનાએ એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યા હતા. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તાનાજી: ધ અનસંગ વોરિયર જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેનું નેગેટિવ કેરેક્ટર લોકોને પસંદ આવ્યુ હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More