નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 'પાકિસ્તાન'ની એન્ટ્રી થઈ ગઈ છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ જ્યારે શાહીન બાગના પ્રદર્શનકારીઓની સાથે ઉભા રહેવાની જાહેરાત કરી તો તેમના જૂના સાથે અને હવે ભાજપની ટિકિટ મેળવી ચુકેલા કપિલ મિશ્રાએ આ મુદ્દા પર પાકિસ્તાનને સામેલ કરી લીધું છે. તેમણે દિલ્હી ચૂંટણીને 'હિન્દુસ્તાન વિરુદ્ધ પાકિસ્તાન' ગણાવતા કહ્યું કે, 8 ફેબ્રુઆરીએ મતદાનના દિવસે મહામુકાબલો થશે.
મિશ્રાએ સિસોદિયાના નિવેદન પર ટ્વીટ કર્યું, 'આપ અને કોંગ્રેસે શાહીન બાગ જેવા મિની પાકિસ્તાન ઉભા કર્યાં છે. જવાબમાં 8 ફેબ્રુઆરીએ હિન્દુસ્તાન ઉભુ થશે. જ્યારે-જ્યારે દેશદ્રોહી ભારતમાં પાકિસ્તાન ઉભુ કરશે, ત્યારે-ત્યારે દેશભક્તોનું હિન્દુસ્તાન ઉભુ થશે.' હકીકતમાં, સિસોદિયાએ શાહીન બાગના પ્રદર્શનકારીઓ પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. જવાબમાં કપિલ મિશ્રાએ આ પ્રદર્શનને પાકિસ્તાની વિરોધીઓનો દિલ્હી પર કબજો જણાવ્યો છે. મિશ્રાએ પોતાના આ નિવેદનથી જોડાયેલી ઘણી ન્યૂઝ ક્લિપ્સ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
𝗜𝗻𝗱𝗶𝗮
𝘃𝘀
𝗣𝗮𝗸𝗶𝘀𝘁𝗮𝗻8𝘁𝗵 𝗙𝗲𝗯𝗿𝘂𝗮𝗿𝘆
𝗗𝗲𝗹𝗵𝗶8 फरवरी को दिल्ली की सड़कों पर हिंदुस्तान और पाकिस्तान का मुकाबला होगा
— Kapil Mishra (@KapilMishra_IND) January 23, 2020
શાહીન બાગના પ્રદર્શનને ગણાવ્યું પાકિસ્તાની તોફાન
તેમણે એક ટ્વીટ કર્યું જેમાં કહ્યું કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીના રસ્તા પર હિન્દુસ્તાન વિરુદ્ધ પાકિસ્તાન હશે. તેમણે ટ્વીટ કર્યું, 'ભારત વિરુદ્ધ પાકિસ્તાન, 8 ફેબ્રુઆરી, દિલ્હી. 8 ફેબ્રુઆરીએ દિલ્હીના રસ્તા પર હિન્દુસ્તાન અને પાકિસ્તાનનો મુકાબલો થશે.' વધુ એક ટ્વીટમાં તેમણે લખ્યું, 'પાકિસ્તાનની એન્ટ્રી શાહીન બાગમાં થઈ ચુકી છે. દિલ્હીમાં નાના નાના પાકિસ્તાન બનાવવામાં આવી રહ્યાં છે. શાહીન બાગ, ચાંદ બાગ, ઇંદ્રલોકમાં દેશના કાયદાને માનવામાં આવતો નથી. પાકિસ્તાની તોફાનીઓનો દિલ્હીના રસ્તાઓ પર કબજો છે.'
AAP और कांग्रेस ने शाहीन बाग जैसे मिनी पाकिस्तान खड़े किए हैं
जवाब में 8 फरवरी को हिंदुस्तान खड़ा होगा
जब जब देशद्रोही भारत मे पाकिस्तान खड़ा करेंगे
तब तब देशभक्तों का हिंदुस्तान खड़ा होगा https://t.co/SWWQcg91Pp
— Kapil Mishra (@KapilMishra_IND) January 23, 2020
કેજરીવાલ પર કરે છે આક્રમક પ્રહાર
આમ આદમી પાર્ટી અને કેજરીવાલ પર સતત મિશ્રા આક્રમક નિવેદન કરતા રહે છે. કેજરીવાલને ઘુંઘરૂ શેઠ ગણાવનાર એક ટ્વીટમાં તેમણે પોતાનું પિન ટ્વીટ પણ કર્યું છે. પોતાના ચૂંટણી ભાષણમાં મિશ્રા વારંવાર કેજરીવાલ સરકાર પર જનતાને ગેરમાર્ગે દોરવી અને જાહેરાત પર પૈસા ખર્ચ કરવાનો દાવો કરતા રહ્યાં છે. ભાજપે તેમને મોટલ ટાઉનથી ઉમેદવાર બનાવ્યા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે