Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાન ખાને બર્થડે પર ફેન્સને ઘરની બહાર ભેગા થવા પાડી ના, કહી આ વાત

સલમાન ખાને આ વર્ષે પોતાના ફેન્સને વિનંતી કરી છે કે તે પોત-પોતાના ઘરોમાં રહે. કોવિડના નિયમોનું પાલન કરે.

સલમાન ખાને બર્થડે પર ફેન્સને ઘરની બહાર ભેગા થવા પાડી ના, કહી આ વાત

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાન માટે આવતીકાલનો દિવસ ખાસ છે. એક્ટર 27 ડિસેમ્બર, 2020ના પોતાનો 55મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. સલમાન ખાનના ફેન્સ પણ તેને લઈને ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેન્સ સલમાન ખાનના ઘરની બહાર એક્ટરને વિશ કરવાની તૈયારીમાં હશે. પરંતુ સલમાને આ વર્ષે પોતાના ફેન્સને વિનંતી કરી છે કે તે પોત-પોતાના ઘરમાં રહે, કોવિડના નિયમોનું પાલન કરે. સલમાને સ્પષ્ટ રીતે તે પણ જણાવી દીધુ કે તેના ઘરની બહાર ભેગા થવાનો કોઈ ફાયદો થશે નહીં કારણ કે સલમાન ખાન આ સમયે પોતાના ઘરે નથી. 

fallbacks

સલમાન ખાન દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. તેમાં લખ્યુ છે કે- દર વર્ષે મારા જન્મદિવસના દિવસે ફેન્સનો ખુબ પ્રેમ જોવા મળે છે. પરંતુ કોરોના વાયરસના પ્રકોપ અને તેના બચાવને ધ્યાનમાં રાખી, મારી તમને બધાને અપીલ છે કે મહેરબાની કરીને ઘરની બહાર ભીડ ન કરો. માસ્ક પહેરો, સેનેટાઇઝ કરો. સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખો. આ વમયે હું ગેલેક્સીમાં નથી. આ નિવેદન દ્વારા સલમાને સ્પષ્ટ પણે જણાવી દીધું કે તે પોતાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં નથી. હવે આ સાંભળીને સલમાનના ફેન્સનું દિલ જરૂર તૂટશે જે દર વર્ષે પોતાના સુપરસ્ટારને બર્થડે વિશ કરવા તેના ઘરની બહાર જાય છે. 

2021મા સલમાનની બે મોટી ફિલ્મો
વર્ક ફ્રંટની વાત કરીએ તો સલમાન ખાન આ દિવસોમાં પોતાના જાણીતા રિયાલિટી શો બિગ બોસ 14ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તેની ફિલ્મ રાધે પણ વર્ષ 2021માં રિલીઝ થવાની તૈયારીમાં છે. તેવા સમાચાર છે કે સલમાન ખાન પોતાના જન્મદિવસના દિવસે રાધેની રિલીઝ વિશે ફેન્સની સાથે માહિતી શેર કરી શકે છે. આ સિવાય વર્ષ 2021માં તેની ફિલ્મ અંતિમ- ધ ફાઇનલ ટ્રુથ પણ રિલીઝ થવાની છે.

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More