Home> Gujarat
Advertisement
Prev
Next

પોલીસનું ડબલ રસીદ કૌભાંડ! સરકારને જેટલી કમાણી થાય તેટલી જ ગુજરાત પોલીસની પણ કટકી?

હાલ સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસનાં કારણે હાહાકાર ફેલાયો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનો કહેર યથાવત્ત છે. કોરોનાને ડામવા માટે તંત્ર દ્વારા બહાર નિકળતા સમયે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યો છે. તેવામાં માસ્ક નહી પહેરનારા લોકો પાસેથી કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકો પાસેથી દંડ વસુલવામાં આવે છે. ત્યારે આ નિયમોનાં કડકાઇથી પાલન કરવા માટે પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે. જો કે માસ્ક ની રસીદનો મુદ્દો હાલ વિવાદમાં આવ્યો છે.

પોલીસનું ડબલ રસીદ કૌભાંડ! સરકારને જેટલી કમાણી થાય તેટલી જ ગુજરાત પોલીસની પણ કટકી?

મૌલિક ધામેચા/અમદાવાદ : હાલ સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસનાં કારણે હાહાકાર ફેલાયો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનો કહેર યથાવત્ત છે. કોરોનાને ડામવા માટે તંત્ર દ્વારા બહાર નિકળતા સમયે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યો છે. તેવામાં માસ્ક નહી પહેરનારા લોકો પાસેથી કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકો પાસેથી દંડ વસુલવામાં આવે છે. ત્યારે આ નિયમોનાં કડકાઇથી પાલન કરવા માટે પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે. જો કે માસ્ક ની રસીદનો મુદ્દો હાલ વિવાદમાં આવ્યો છે.

fallbacks

અદ્ભુત વિકાસ: માળીયાનો આ બ્રિજ 2 વર્ષ પહેલા ખુલ્લો મુકાયો સમારકામનાં નામે 1 વર્ષ તો બંધ રહ્યો

અમદાવાદનાં વાસણામાં રહેતા પતિ પત્નીને પોલીસ દ્વારા માસ્ક નહી પહેરવા બદલ દંડવામાં આવ્યા હતા. જો કે પતિ પત્ની બંન્નેને પોલીસ દ્વારા એક જ નંબરની રસીદ આપવામાં આવી હતી. જેના કારણે હાલ સમગ્ર મુદ્દો વિવાદિત બન્યો છે. આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપિંડી થઇ હોવાથી આ રસીદ કૌભાંડ ખુબ જ મોટુ હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગેની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. જો યોગ્ય રીતે તપાસ થાય તો મસમોટુ કૌભાંડ બહાર આવી શકે છે.

fallbacks
(બંન્નેને એક જ સીરિયલ નંબરની રસીદ અપાઇ)

જે લોકો ખેડૂતોનો વિકાસ નથી જોઇ શકતા એ લોકો જ આ કાયદાનો વિરોધ કરે છે: ભુપેન્દ્રસિંહ

અમદાવાદનાં વાસણામાં રહેતા પટેલ પરિવારને પોલીસનો એક કડવો અનુભવ થયો છે. નહેરુનગર ચાર રસ્તા પાસે વાસણાના સંજય પટેલ અને તેમની પત્ની પાસેથી માસ્ક નહી પહેરવા બદલ બંન્નેને દંડવામાં આવ્યા હતા. બંન્નેને પોલીસ દ્વારા દંડની રકમ વસુલીને રસીદ પણ આપવામાં આવી હતી. જો કે જ્યારે પતિ પત્નીએ ઘરે પહોંચીને રસીદ જોઇ તો બંન્નેની રસીદ એક જ નંબરની હતી. બંન્નેને 1-1 હજાર રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો. આ પ્રકારે કુલ 2 હજાર રૂપિયાનો દંડ વસુલાવા છતા પણ બંન્નેને એક જ નંબરની રસીદ આપવામાં આવી હતી. હાલ આ સમગ્ર મુદ્દે તપાસના આદેશ અપાયા છે પરંતુ ન જાણે કેટલા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું છે. એક પ્રકારે અંદાજ લગાવીએ તો જેટલા કરોડ રૂપિયાની સરકારને આવક થઇ છે તેટલા કરોડ રૂપિયાની પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આવક પણ થઇ હોવાની શક્યતા છે.

પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટતા
આ અંગે હાલ તો પોલીસ વિભાગ ડેમેજ કંટ્રોલની મુદ્રામાં જોવા મળી રહ્યો છે. હાલ સ્પષ્ટતા કરતા વિભાગે જણાવ્યું કે, આ માનવીય ક્ષતીનાં કારણે થયું છે. પોલીસ જવાન મેમો બનાવતી વખતે કાર્બન પેપર મુકવાનું ભુલી ગયો હતો. જેના કારણે ડુપ્લીકેટ મેમો બની શક્યો નહોતો. તેનાં કારણે જ જવાને તુરંત જ બીજો મેમો બનાવીને આપી દીધો હતો. મોટા પ્રમાણમાં લોકો એકત્ર હોય ત્યારે ઉતાવળમાં આવું બની જતું હોય છે.તેમ છતા પણ તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. જો તપાસમાં કંઇ બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More