નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra)એ એક વીડિયોમાં પોતાની અંદરની માધુરી દીક્ષિત (Madhuri Dixit)ને બહાર કાઢી છે. સાન્યા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તેને માધુરીના એક જાણીતા ગીત પર નાચતી જોઈ શકાય છે. ઇન્સ્ટાગ્રામના આ વીડિયોમાં સાન્યા વર્ષ 1990મા આવેલી ફિલ્મ 'સૈલાબ'માં માધુરી દીક્ષિત પર ફિલ્માવવામાં આવેલા ગીત 'હમકો આજકલ હે ઇંતજાર'ની જેમ નાચતી જોવા મળી રહી છે.
4 લાખથી વધુ લોકોએ જોયો વીડિયો
સાન્યાએ આ ગીત પર પરફોર્મ કરવા માટે એક પીળા કલરનું ચોલી-બ્લાઉઝ બ્લૂ જીન્સની સાથે પહેર્યું છે. વીડિયોના કેપ્શનમાં સાન્યાએ કહ્યું, 'હમકો આજકલ હે ઇંતજાર..' ડાન્સ કરવાનો કારણ કે છેલ્લા કેટલાક સમયથી ડાન્સ કર્યો નથી અને હું તેને મિસ કરી રહી હતી.'' આ વીડિયોને અત્યાર સુધી ચાર લાખ કરતા વધારે લોકોએ જોયો છે.
મહત્વનું છે કે સાન્યા મલ્હોત્રાએ આમિર ખાનની ફિલ્મ 'દંગલ'થી બોલીવુડમાં પર્દાપણ કર્યું અને ત્યારબાદ તેણે 'બધાઈ હો'માં કામ કર્યું હતું. ફિલ્મોના મામલામાં સાન્યાની પ્રથમ પ્રાથમિકતા સારી સ્ક્રિપ્ટ છે. સાન્યાની પ્રથમ ફિલ્મ દંગલ બ્લોકબસ્ટર સાબિત થઈ, તો તેની બીજી ફિલ્મ બધાઈ હોએ શાનદાર મનોરંજન પ્રદાન કરવા માટે બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો.
Video: આ કન્ટેસ્ટન્ટની દર્દનાક સ્ટોરી સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી નેહા કક્કડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે