Home> India
Advertisement
Prev
Next

24 કલાકમાં PMC બેન્કના વધુ એક ખાતાધારકનું હાર્ટએકેટથી મોત

આ અગાઉ ઓશિવારાના તારાપોરેવાલા ગાર્ડનમાં રહેતા સંજય ગુલાટીનું મોત થયું હતું. તેમના પીએમસી બેન્કમાં લગભગ રૂ.90 લાખ જમા હતા. સોમવારે તેઓ બેન્ક પર લગાવાયેલા પ્રતિબંધની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પ્રદર્શન કર્યા પછી તેઓ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને મોત થઈ ગયું હતું. 
 
24 કલાકમાં PMC બેન્કના વધુ એક ખાતાધારકનું હાર્ટએકેટથી મોત

મુંબઈઃ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કના વધુ એક ખાતાધારકનું મૃત્યુ થયું છે. 59 વર્ષના ફત્તોમલ પંજાબીનું મંગળવારે હૃદયરોગનો હુમલો આવતા મોત થયું છે. છેલ્લા 24 કલાકમાં પીએમસી બેન્કના આ બીજા ખાતાધારકનું મોત થયું છે. 

fallbacks

આ અગાઉ ઓશિવારાના તારાપોરેવાલા ગાર્ડનમાં રહેતા સંજય ગુલાટીનું મોત થયું હતું. તેમના પીએમસી બેન્કમાં લગભગ રૂ.90 લાખ જમા હતા. સોમવારે તેઓ બેન્ક પર લગાવાયેલા પ્રતિબંધની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પ્રદર્શન કર્યા પછી તેઓ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને મોત થઈ ગયું હતું. 

PMC બેન્ક કૌભાંડમાં મોટો ખુલાસોઃ જુઓ કેવી રીતે લોકોના પૈસાથી બનાવી સંપત્તિ

મંગળવારે મૃત્યુ પામેલા ફત્તોમલ પંજાબીનું પીએમસીની મુલુંડ બ્રાન્ચમાં ખાતું હતું. તેમણે પણ છેલ્લા અનેક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. બીજા મૃતક ફત્તોમલના પીએમસીમાં કેટલા નાણા ફસાયેલા હતા તેની માહિતી મળી નથી. 

ઉલ્લેખનીય છે કે, 35 વર્ષ જુની પીએમસી બેન્કમાં લાખો ગ્રાહકોની રકમ ફસાયેલી છે. બેન્કના અંતિમ વાર્ષિક રિપોર્ટ અનુસાર બેન્કમાં ગ્રાહકોના રૂ.11,617 કરોડ જમા છે. જેમાં ટર્મ ડિપોઝિટ રૂ.9,326 કરોડ છે, જ્યારે ડિમાન્ડ ડિપોઝિટ તરીકે રૂ. 2,291 કરોડ જમા છે. 

PMC બેંકના ખાતામાં જમા હતાં 80 લાખ, પ્રદર્શન બાદ ખાતા ધારકનું હાર્ટ એટેકથી મોત 

પોલીસની FIR મુજબ બેન્કમાં રૂ.4355 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાડમાં HDILના 44 ખાતાને લોન આપવામાં આવી છે. ગોટાળો પકડાયા પછી માત્ર 10 ખાતાની તપાસ થઈ છે. 44 ખાતાની રકમ છુપાવા માટે 21,049 ડમી ખાતા બનાવાયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, આ 21,049 ડમી ખાતા બેન્કના CBS ખાતા સાથે લિન્ક કરાયા ન હતા. પીએમસી બેન્કના અધિકારીઓએ પણ લોકોના પૈસામાંથી ખાનગી સંપત્તિ ઊભી કરી હતી. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More