Home> Entertainment
Advertisement
Prev
Next

Sara Ali Khan: સારા અલી ખાન ફોટો માટે પોઝ આપી રહી હતી અને આ શખ્સે કર્યું એવું કે... જુઓ વીડિયો

સારા અલી ખાન (Sara Ali Khan) નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે અજીબોગરીબ સ્થિતિમાં મુકાઇ જાય છે. સારા કારમાં બેસવા જાય છે ત્યારે કેટલાર ફેન્સ આવી જતાં તેમની સાથે ફોટો પડાવતી હોય છે એવામાં આ શખ્સે તેણીને કિસ (KISS) કરવાનો પ્રયાસ કરતાં સૌ કોઇ અચંબિત થઇ ગયા હતા. જુઓ વીડિયો (Viral Video)

Sara Ali Khan: સારા અલી ખાન ફોટો માટે પોઝ આપી રહી હતી અને આ શખ્સે કર્યું એવું કે... જુઓ વીડિયો

નવી દિલ્હી : સારા અલી ખાન (Sara Ali Khan) જલ્દી કાર્તિક આર્યન સાથે લવ આજકલ-2 માં દેખાશે. સિંબા રિલીઝ થયાને સમય થયો છે પરંતુ તે સતત ચર્ચામાં રહે છે. ક્યારે કાર્તિક સાથેની દોસ્તીને લઇને તો ક્યારેક બિકીની ફોટોને લઇને તે લાઇમ લાઇટમાં રહે છે. હાલમાં તેણીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લઇને તે ચર્ચામાં આવી રહી છે. જેમાં તે અજીબોગરીબ સ્થિતિમાં મુકાઇ જાય છે. જીમમાંથી બહાર આવતાં ફેન્સ દ્વારા ફોટો માટે વિનંતી કરાતાં તેણી ફોટો પડાવવા ઉભી રહે છે આ સંજોગોમાં એક શખ્સ દ્વારા તેણીને કિસ કરવાનો પ્રયાસ કરાતાં સૌ કોઇ ચોંકી ગયા હતા. 

fallbacks

શોર્ટ સાથે તેણી જીમમાંથી બહાર આવી રહી હતી ત્યારે ફોટોગ્રાફર્સ દ્વારા તેણીને ફોટો માટે વિનંતી કરવામાં આવે છે. ફોટોગ્રાફર્સ ફોટો પાડી રહ્યા હતા ત્યારે ફેન્સ દ્વારા સારા સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે. એક મહિલા ફેન સાથે તેણી તસ્વીર ખેંચાવી રહી હતી એવામાં એક શખ્સ દ્વારા સારા સાથે હાથ મિલાવવા આગળ વધાર્યો તો સારાએ પણ હાથ આગળ વધાર્યો તો આ શખ્સ કિસ કરવાનો પ્રયાસ કરે છે.

આ જોતાં જ સારાના બોડીગાર્ડ એ શખ્સને ભગાડી દે છે. આ સ્થિતિ જોતાં સારા એકદમ હેબતાઇ જાય છે પરંતુ દ્રઢ આત્મવિશ્વાસ સાથે સ્માઇલ કરતાં સ્થિતિને હેન્ડલ કરી લે છે. પરંતુ ફેન્સની આ પ્રકારની હરકતો સ્ટાર્સને એમનાથી દુર કરી દે છે. 

આપને જણાવીએ કે સારા અલી ખાન હાલમાં જ માલદીવમાં રજાઓ મનાવી પરત ફરી છે. તે માતા અમૃતા અને ભાઇ ઇબ્રાહિમ સાથે ગઇ હતી. સારાની બિકીની તસ્વીરો આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. 

બોલીવુડના લેટેસ્ટ ન્યૂઝ જાણવા ક્લિક કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More